MORBIMORBI CITY / TALUKO

જયસુખ પટેલ ના સમર્થ કો કહે છે કે જયસુખ પટેલ નિર્દોષ નગર સેવકો એ કીધું અમો નિર્દોષ તો ગુનેગાર કોણ? મતદાર પ્રજા!!!

જયસુખ પટેલ ના સમર્થ કો કહે છે કે જયસુખ પટેલ નિર્દોષ નગર સેવકો એ કીધું અમો નિર્દોષ તો ગુનેગાર કોણ? મતદાર પ્રજા!!!

“નગરપાલિકામાં શાસન કોંગ્રેસનું હોય કે ભાજપનું સમસ્યા યથાવત એના એ જ રહે તેના માટે સંસદ સભ્ય ધારાસભ્ય પ્રજા ચિંતક બની આગળ આવવું જોઈએ”
મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટનામાં 135 માનવ જિંદગી મોતને ભેટી છે જે દુર્ઘટના ને લઈને જીમ્મેદારીથી છટકી સૌ સૌનો બચાવ કરવા માં લાગ્યા હોય તે સ્વાભાવિક છે પરંતુ કેમ? ભૂલી ગયા છે કે કોર્ટમાં તે કેસ ચાલે છે જેનું કાયદાકીય કલમો અંતર્ગત અટકાયતી કાર્યવાહીની સાથે રિમાન્ડ અને બાદ જેલ હવાલે આરોપીઓ થયા છે એવા સમયે કેની? કેવી? ભૂમિકા છે તેનું કાયદાકીય જ્ઞાન સાથે કાયદાની કલમોને આધીને ગુનેગાર સામે જ કાર્યવાહી થશે ન્યાય ન્યાયાધીશ આપશે માટે હું નિર્દોષ છું કે જયસુખ પટેલ નિર્દોષ છે કે નગરસેવકો કયા કયા અમે નિર્દોષ છીએ એ સમગ્ર સોશિયલ મીડિયામાં કે પ્રિન્ટ મીડિયામાં સમાચાર બની રહી છે ત્યારે નગરપાલિકામાં કારણદર્શક નોટીસ અંતર્ગત તારીખ 16 સુધીમાં જવાબ આપવા તાકીદ કરી હતી જેને પગલે મોરબી નગરપાલિકા દ્વારા સાધારણ સભામાં દુર્ઘટનામાં અમો નિર્દોષસિંહ તેવું નગરસેવકોએ ઇન્ચાર્જ ચીફ ઓફિસર સમક્ષ જણાવ્યું છે ત્યારે ઝુલતાપુલ દુર્ઘટનામાં જે તે સમયે ઘટના દુઃખદ બની એ સમયે ફરજ નહીં પણ માનવતાની દ્રષ્ટિએ પણ કોઈ નગર સવ કો દ્વારા મુક્તક પરિવારને દિલાસા આશ્વાસન આપવા ગયા ખરા? હોસ્પિટલમાં મૃત્યુ દેહ અને ઇજાઘસ તો ની વહારે સેવકો હતા પણ કોઈ નગરસેવકો કેમ ત્યાં ફરક્યા નહીં!? આવા અનેક સવાલો ઝુલતાપુલ ઘટનામાં પાલિકાના સદસ્યો સભ્યો પર શંકા કુશંકા ઉભી કરે છે ઝુલતા પુલ ના ઉદ્ઘાટન વખતે અખબારોના સમાચાર આવ્યા ત્યાંથી લઈ ઘટના દુઃખદ બની ગઈ ત્યાં સુધી નગરસેવકો મૌન કેમ રહ્યા? મોરબી શહેરના પાયાના પ્રાથમિક પ્રશ્નોથી લઇ પાલિકાની તેજોરી ખાલી થઈ ત્યાં સુધીના સમાચારો અખબારોમાં ચમકી રહ્યા છે ત્યારે ભરોસાની ભાજપ સરકારના શાસનમાં ભાજપના જ નગરસેવકો માં કોઈ સુપર સીટ નગરપાલિકા બને તો કોઈ સુપર સીટ ન બને તેવા પ્રયાસોમાં એક જ પાર્ટીના નગર સેવકોમાં આપસી એકતાના અભાવે વિકાસ લક્ષી કાર્યને વેગ મળ્યો નથી જેના પરિણામે કોંગ્રેસ શાસન પાલિકા હોય કે ભાજપ શાસન પાલિકા હોય પરિસ્થિતિ પ્રજા માટે એના એ જ રહી છે ત્યારે ધારાસભ્ય સંસદ સભ્યોએ પ્રજાતિંતક બની પ્રજાલક્ષી કામો ને વેગ આપવું જોઈએ બાકી જયસુખ પટેલના સમર્થકો એમ કહે છે કે જયસુખ પટેલ નિર્દોષ છે નગર સેવકો કહે છે કે અમે નિર્દોષ છે તો ગુનેગાર શું ?મતદાર પ્રજા છે? કે તમને બધાને મત આપી સમસ્યા તો ઠીક દુર્ઘટનામાં પણ સહયોગી સહભાગી થવાના દાવા કરો છો ત્યારે લોકો સમસ્યા મુક્ત બને તેવા કાર્ય તો કરો આધુનિક યુગમાં પણ ગામડે થી બત્તર મોરબી શહેરની હાલત છે ઠેર ઠેર ગંદકી કચરાના ઢગલા અને જાહેર માર્ગો પર રખડતા ઢોર મતદાર પ્રજા માટે ગંભીર ચિંતક બન્યા છે તેનું શું?

[wptube id="1252022"]
Back to top button