લીમખેડા તાલુકાના દુધિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી ના ટીબી મુક્ત ભારત 2025અભિયાન અંતર્ગત

તા.01.03.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
પ્રધાનમંત્રી ના ટીબી મુક્ત ભારત 2025અભિયાન અંતર્ગત આજ રોજ લીમખેડા તાલુકાના દુધિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો શિલ્પા યાદવ અને જીલ્લા ક્ષય અધિકારી ડૉ આર.ડી.પહાડીયા ના માર્ગદર્શન હેઠળ આજ રોજ પેશન્ટ પ્રોવાઇડર મીટીંગ કરવામાં આવી આ મીટીંગ માં કુલ 35ટીબીના દર્દીઓ હાજર રહેલ હતા તથા 21ડોટ્સ પ્રોવાઇડર હાજર રહેલ હતા આ મીટિંગ માં જીલ્લા ક્ષય અધિકારી ડૉ આર.ડી.પહાડીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડૉ ભાર્ગવ ચાવડા , ડૉ આશા પટેલ,તાલુકા ટીબી સુપરવાઈઝર, આરોગ્ય કેન્દ્ર ના સુપરવાઈઝર આરોગ્ય સ્ટાફ હાજર રહેલ હતો, આ મીટિંગ માં દર્દીઓને દવા નિયમિત લેવાની , સમય સર ગળફાની તપાસ કરાવવી જ્યારે જ્યારે આવતી હોય ત્યારે, દવાની આડઅસર વિષે સમજાવવામાં આવ્યું, સારવાર દરમ્યાન શું શું ખોરાક લેવો તેનાં વિશે માહીતિ આપવામાં આવી, ગુજરાત સરકાર ની વૈદકીય સહાય યોજના વિશે માહીતિ આપવામાં આવી, દર્દીના ધરમાં અન્ય સભ્યો ને એક દિવસની પણ ખાસી આવતી હોય તો તાત્કાલિક તપાસ કરવા માટે પણ કહેવામાં આવ્યું , દર્દીના ધરમાં 0-6 વર્ષનું બાળક સાથે રહેતું હોય તો તેને પણ આઇ.એન. એચ નામની દવા બાળક ના વજન પ્રમાણે કુલ 06મહીના સુધી બાળક ને આપવાની થાય છે જેથી કરીને બાળક ને ટીબી નો ચેપ ન લાગે,દર્દીએ ખાસી ખાતી વખતે મોં ઉપર રૂમાલ અવશ્ય રાખવો ડોટ્સ પ્રોવાઈડર ને કોઈ તકલીફ હોય તો તેનું પણ નિરાકરણ કરવામાં આવ્યું ,જો ટીબીનો દર્દી ગળફામાં ટીબીના જંતુ ધરાવતો ટીબી સાથે સારવાર લેતો હોય તો તેના ઘર ના અન્ય સભ્યો ને 3 આર એચ નામની ટેબલેટ 03 મહીના સુધી લેવા માટે સમજાવવામાં આવ્યુ જેથી કરી ને ઘર ના અન્ય સભ્યોને પણ ટીબી નો ચેપ ન લાગે.આવો સૌ સાથે મળીને ટીબી ને હરાવીયે,”ટીબી હારેગા દેશ જીતેગા”ના સુત્ર ને સાર્થક કરીએ.








