Morbi:મોરબીના ત્રાજપર ગામે બોલાચાલીનો ખાર રાખી ચાર શખ્સોએ યુવાન પર હુમલો કર્યો

Morbi:મોરબીના ત્રાજપર ગામે બોલાચાલીનો ખાર રાખી ચાર શખ્સોએ યુવાન પર હુમલો કર્યો

મોરબીના ત્રાજપર ગામે રામજી મંદિર વાળી શેરીમાં રહેતા રવિભાઈ અશોકભાઈ વરાણીયા એ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે રવિભાઈના મિત્ર લાલાભાઈને આરોપી મનસુખ ઉર્ફે મચો રમેશભાઈ વરાણીયા, કરખજીભાઈ ઉર્ફે હકો જીવણભાઈ અદ્ગામા, પ્રવીણભાઈ ઉર્ફે ઉગો જગમલભાઈ અદ્ગામા અને કાનાભાઈ હરખજીભાઈ ઉર્ફે હકાભાઇ અદ્ગામાં સાથે કોઈ કારણોસર ઝધડો થયેલ હોય જે બાબતે રવિભાઈ આરોપીઓ સાથે સમાધાન બબાતે વાતચીત કરવા જતા આરોપીઓને સારું નહિ લાગતા આરોપીઓએ રવિભાઈને ગાળો બોલી ઢીકા પાટુંનો માર મારી તથા રવિભાઈને તલવાર તથા છરી જેવા હથિયારો થી ડાબા હાથની હથેળી તથા કલાઈ તથા માથાના ભાગે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે








