
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ
મેઘરજ : રખાપુર ગામે રસ્તાની દયનીય હાલત,ગંદકીનું સામ્રાજ્ય :કયારે બનશે રસ્તો..? રોગચારો ફાટે તો નવાઈ નહિ.!!

કહેવાય છે કે ગામ નું પ્રવેશદ્વાર જ ગામની શોભા વધારે છે પણ અહીં કંઈક અલગ જ વાત છે, જેમાં વાત કરવામાં આવે તો મેઘરજ તાલુકામાં આવેલ રખાપુર ગામ જે મોટાભાગે એક શિક્ષિત ગામ છે અને શિક્ષકોનું ભરપૂર ગામ. પણ અહીં એક મોટી સમસ્યા છે તો એ છે ગામમાં પ્રવેશતા રસ્તાની દયનીય હાલ છેલ્લા કેટલાય સમય થી ગામનો રસ્તો ખંડેર હાલત માં છે છતાં નવીન રસ્તો બનતો નથી અને રસ્તો જોતો જ લાગે કે અહીં કોઈ તંત્ર પોંહચતું જ નહિ હોય કે શું..? માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તા નું સમારકામ કરવામાં આવતું જ નથી ત્યારે ગામના એ નાગરિકે જણાવ્યું હતું કે ગામમાં હવે રસ્તો નહિ બને તો ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવશે અને ચૂંટણી બહિષ્કાર પણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું ગામમાં પ્રવેશતા જ મસ મોટા ખાડાઓ પડી ગયા છે અને ખાડાઓમાં પાણી ભરાઈને મસ મોટી ગંદકી જોવા મળી રહી છે હાલ ગામમાં રસ્તાની પરિસ્થિતિ જોતો ખ્યાલ આવે છે કે આ ગંદકી જોતા આગામી સમયમાં જો રોગચારો ફાટે તો નવાઈ નહિ ત્યારે આ બાબતે તંત્ર જાગે અને ઝડપથી નવીન રસ્તો બને અથવા રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી હાલ તો માંગ સેવાઈ રહી છે








