JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢનાં જાલણસર ગામના એક પરિવારના બાળલગ્ન અટકાવતા અધિકારીઓ.

જૂનાગઢનાં જાલણસર ગામના એક પરિવારના બાળલગ્ન અટકાવતા અધિકારીઓ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ઝાલણસર ગામમાં એક પરિવાર લગ્ન માહોલમાં વ્યસ્ત હતો, ત્યારે બાળ સુરક્ષા અધિકારીને મળેલ ખાનગી બાતમી મુજબ બાળ લગ્ન થતા હોવાની વિગતો મળી હતી. જેમાં સત્વરે ગંભીરતાને ધ્યાને લઈને બાળ સુરક્ષા અધિકારી પોલીસ કાફલા સાથે ઝાલણસર ગામ પહોંચ્યા હતા, જ્યાં જાણવાં મળેલ વિગત મુજબ બાળલગ્ન થતા હોય અને હાલ આ લગ્ન માટે અટકાયતી પગલાં લેવા જરૂર જણાતા સ્થળ પર જ ગામના અગ્રણીઓ સાથે રાખીને આ લગ્ન કરાવતા વાલીઓનું કૌશલિંગ કરીને બાળ લગ્ન અટકાવ્યા હતા. સામાન્ય સ્થળે બાળ લગ્નમાં નાની વયમાં લગ્ન થતાં સગીરા જ્યારે માતા બને છે, ત્યારે જન્મ થવાની શક્યતા વધે છે અને શિક્ષણના અભાવે ઘણીવાર બાળ લગ્નના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે જો જાગૃતતા રાખીને બાલ લગ્ન અટકાવવામાં આવે તે પણ જરૂરી છે.

[wptube id="1252022"]
Back to top button