GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana)માળિયાના જૂના ઘાટીલા ગામે 15 જુગારીઓ લાખોના મુદ્દામાલ સાથે પકડાયા

Malya માળિયાના જૂના ઘાટીલા ગામે 15 જુગારીઓ લાખોના મુદ્દામાલ સાથે પકડાયા


મોરબી એલ.સી.બી. પોલીસને બાતમી મળેલ કે, જુના ઘાંટીલા ગામના વિજયભાઇ મગનભાઇ વીડજા, રમેશભાઇ ભોજીયા દેવીપુજક, અશ્વિનભાઇ ઉર્ફે કાનો મનજીભાઇ વીડજા, ધર્મેન્દ્રભાઈ ઠાકરશીભાઇ વીડજા તથા જીજ્ઞેશભાઇ બળદેવભાઇ વીડજા એમ બધા ભેગા મળી ભાગીદારીમાં જુના ઘાટીલા ગામે આર.ડી.સી. બેંક સામે આવેલ જીજ્ઞેશભાઇ બળદેવભાઇ વીડજાના કબ્જા ભોગવટા વાળા ઢોર બાંધવાના વરંડામાં બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારુ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે.જે બાતમીના આધારે માળીયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે જુગાર રેઇડ કરતા કુલ-૧૫ આરોપીઓ નવીનભાઇ કાલીદાસભાઇ પટેલ, સુનિલભાઈ નંદલાલભાઇ પટેલ, કાસમભાઇ અબ્દુલભાઇ સંધી, પ્રવિણભાઇ અંબારામભાઇ વીડજા, નરેન્દ્રભાઇ નાથાલાલ વીડજા, જયંતિભાઇ ત્રિભોવનભાઈ, જાકાસણીયા, અરવિંદભાઇ દુર્લભજીભાઇ કોળી, દિનેશભાઇ પોલજીભાઈ જશાપરા, વિનોદભાઇ જેશંગભાઇ કોળી, વિમલભાઇ શાંતિલાલ પટેલ, દલસુખભાઇ ધનજીભાઇ પટેલ, કરશનભાઇ હેમુભાઇ કોળી, રમેશભાઈ ગોવિંદભાઇ પટેલ, હરદેવસિંહ ગુલાબસિંહ જાડેજા, દિનેશભાઇ રમેશભાઈ પટેલ રહે .જુના ઘાટીલા તા.માળીયા મિ.જી.મોરબીવાળાને રોકડ રૂ.૨,૩૬,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧૬ કિ.રૂ. ૭૧,૦૦૦/- મળી કુલ રૂ. ૩,૦૭,૫૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે. તેમજ અન્ય પાંચ ઈસમો વિજયભાઇ મગનભાઇ વીડજા, રમેશભાઇ ભોજીયા દેવીપુજક, અશ્વિનભાઇ ઉર્ફે કાનો મનજીભાઇ વીડજા, ધર્મેન્દ્રભાઇ ઠાકરશીભાઇ વીડજા, જીજ્ઞેશભાઇ બળદેવભાઇ વીડજા રહે. બધા જુના ઘાંટીલા તા.માળીયા મીં. જી.મોરબીવાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button