HIMATNAGARSABARKANTHA
નૂતન હાઇસ્કુલ બેરણા ખાતે વિદ્યાર્થિનીઓનું વજન, ઊંચાઈ તેમજ હિમોગ્લોબીન ચેક કરવામાં આવ્યું


નૂતન હાઇસ્કુલ બેરણા ખાતે વિદ્યાર્થિનીઓનું વજન, ઊંચાઈ તેમજ હિમોગ્લોબીન ચેક કરવામાં આવ્યું
સાબરકાંઠા જિલ્લાને એનેમિયા મુક્ત કરવા માટે એનેમિયા મુક્તિ અભિયાન અંતર્ગત ભારત વિકાસ પરિષદ હિંમતનગર શાખા દ્રારા નૂતન હાઇસ્કુલ બેરણા ખાતે વિદ્યાર્થિનીઓનું વજન, ઊંચાઈ તેમજ હિમોગ્લોબીન ચેક કરવામાં આવ્યું હતું. શાળાની વિદ્યાર્થિનીઓને જરૂરિયાત પ્રમાણે વિરવાડા પી. એચ. સી. દ્વારા દવા આપવામાં આવી હતી. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ હિંમતનગર શાખાના શ્રી જે કે સોની ( મંત્રી), શ્રી જે બિ જોશી ( સહમંત્રી), શ્રી પરીન શાહ ( સહમંત્રી), શ્રી કલ્પેશ ત્રિવેદી ( હેલ્થ સંયોજક), શ્રી અતુલ સોની ( ભારત કો જાનો સંસ્થા સંયોજક) અને વિરાવડા પી. એચ. સી.નો સ્ટાફ હાજર રહ્યો હતો.
જયંતિ પરમાર સાબરકાંઠા
[wptube id="1252022"]



