NATIONAL

સંપ્રદાય પાસે વધારે પૈસા આવી જાય તેનો અર્થ એવો નથી કે તેઓ મજબૂત બની ગયા : શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી

દ્વારકા શારદાપીઠાધિશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજે GSTV સાથે સાળંગપુર ભીંત ચિત્ર વિવાદ પર વાતચીત કરી હતી. દ્વારકા શારદાપીઠાધિશ્વર જગતગુરૂએ કહ્યું કે, વિવાદનું મૂળ કારણ દૂર કરવામાં આવે તો વિવાદ પોતાની જાતે જ ખતમ થઇ જાય છે. સમાધાનની પ્રક્રિયા શું છે, જે કારણથી વિવાદ ઉભો થયો તેને દૂર કરી દેવો જોઇએ. આ જ એક ઉપાય છે.

દ્વારકા શારદાપીઠાધેશ્વર જગતગુરૂ શંકરાચાર્યએ કહ્યું કે ધર્મ અને સંપ્રદાય સમાજ, દેશ-રાષ્ટ્ર અને વિશ્વને સંદેશ આપવા માટે હોય છે, એક બીજા સાથે યુદ્ધ કરવા માટે તેની કલ્પના ના કરી શકાય.અમારા જે સિદ્ધાંત છે, સંપ્રદાયના જે સિદ્ધાંત છે માનવ ધર્મને ઉપદેશ આપીને સ્પષ્ટતા ઉપર ઉઠાવવાનો છે.

શંકરાચાર્યએ વધુમાં કહ્યું કે, સ્વામીનારાયણ સંપ્રદાય સનાતનધર્મલંબીઓએ એવું કોઇ કામ કર્યું નથી કે તેમના સંપ્રદાય પર કોઇ આક્ષેપ થતો હોય. આ લોકો દ્વારા વારંવાર એવું કરવામાં આવી રહ્યું છે અને આ ઘટનાઓ 4-5 વર્ષથી પ્રારંભ થઇ છે કે, મહાદેવને સ્વામીનારાયણ મહારાજે પટકી દીધા, હનુમાનજી તેમના દાસ છે, હનુમાનજીએ તેમને ભોજન કરાવ્યું. ભગવાનનો પ્રસાદ પ્રાપ્ત કરવો સાધુ-સંતો, મહારાજનું સૌભાગ્ય છે તે ભગવાનને દાસ બનાવી નથી શકતા.”

વધુમાં દ્વારકા શારદાપીઠાધેશ્વરે કહ્યું કે, ગુજરાત ધર્મનો પ્રચાર-પ્રસારક છે, હનુમાનજી ત્રેતામાં હતા, દ્વાપરમાં હતા, મહાભારતમાં હતા. આપણે એવું માનીએ છીએ કે હનુમાનજી સાળંગપુરમાં બેઠા છે. આવી વાતો ના કરવી જોઇએ જેનાથી કોઇને દુ:ખ પહોંચે. ધર્મ તેને જ કહે છે જેનાથી સન્માર્ગ પર ચાલવાની પ્રેરણા મળે છે. જો આપણ એક બીજા સાથે યુદ્ધ કરવા લાગ્યા તો વિધર્મીઓ સામે કોણ લડશે, ધર્મ પરિવર્તન થતા કોણ રોકશે. આપણે આ સમજવું જોઇએ, આપણે એવી પ્રાર્થના કરીશું કે બેઠીને વાતચીત દ્વારા આ સમસ્યાનું હલ કાઢી શકાય.

સનાતન ધર્મમાં બધા પોતપોતાનું પાણી નાખી રહ્યાં છે, અમે તેમને પણ સનાતન ધર્મલંબી માનતા હતા. આવી ઘટનાઓ પર વિચાર કરવો પડે છે. સંપ્રદાય પાસે વધારે પૈસા આવી જાય તેનો અર્થ એવો નથી કે તેઓ મજબૂત બની ગયા. ધર્મનું પાલન કરનારા ચાર લોકો હોય તો લાખો લોકોને તે ધર્મના માર્ગે ચલાવી શકે છે.

ધર્મનું અપમાન કરવાનો પ્રયાસ ક્યારેય સફળ થઇ શકતો નથી. આપણા દેશમાં હજારો વર્ષો સુધી મુઘલોએ રાજ કર્યું, મુસ્લિમોએ રાજ કર્યું, અંગ્રેજોએ રાજ કર્યું, સનાતન ધર્મ આજે પણ હિમાલયની જેમ અડગ ઉભો છે, તેને નષ્ટ કરવાનો, ભ્રષ્ટ કરવાનો, પરિવર્તન કરવાનો પોતાના ધર્મ સંપ્રદાયની વાત સનાતનમાં મિલાવટ કરવાનો કોઇને અધિકાર નથી અને કોઇને અધિકાર આપી શકાતો નથી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button