NATIONAL

ટીએમસીએ ચૂંટણી પંચને ED, CBI, NIA અને ઈન્કમ ટેક્સના ચીફને હટાવવાની માગ કરી, 10 સાંસદોની અટકાયત

દેશભરમાં લોકસભા ચૂંટણીનો દરેક પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહી છે. આ દરમિયાન ચૂંટણીની આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનને લઈને ચૂંટણી પંચ પાસે ફરિયાદોનો મારો સતત ચાલુ છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસનું એક પ્રતિનિધિ મંડળ સોમવારે (8 એપ્રિલ 2024) કેન્દ્રીય ચૂંટણી પંચની ઓફિસે મુલાકાત કરી હતી. ટીએમસીએ ચૂંટણી પંચને ED, CBI, NIA અને ઈન્કમ ટેક્સના ચીફને હટાવવાની માગ કરી છે. આ દરમિયાન 10 નેતાઓના પ્રતિનિધિ મંડળે ઓફિસ બહાર ધરણા પ્રદર્શનની જાહેરાત કરતા પોલીસે સાંસદોની ધરપકડ કરી છે.

ટીએમસી પ્રતિનિધિ મંડળે ચુંટણી પંચની ફૂલ બેન્ચની મુલાકાત કરી પોતાની રજૂઆત કરી હતી. આ દરમિયાન ટીએમસી પ્રતિનિધિ મંડળે ચૂંટણી પંચની બહાર 24 કલાકના ધરણા-પ્રદર્શનનું એલાન કર્યું. જોકે, ધરણા પર બેસતા જ પોલીસ ટીમ એક્શનમાં આવી ગઈ અને તમામ નેતાઓને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસ અને ટીએમસી વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું.

ટીએમસી નેતા ડોલા સેને કહ્યું કે, ભાજપ આ કેન્દ્રીય તપાસ એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે. ચૂંટણી પંચ તપાસ એજન્સીઓના ચીફને હટાવીને અન્ય પાર્ટીઓ માટે સમાન તક બનાવે. ટીએમસી સાંસદોના 10 સભ્યોના પ્રતિનિધિ મંડળે ચૂંટણી પંચની ઓફિસે જ 24 કલાક ધરણા પ્રદર્શનનું એલાન કર્યું. એ પછી તેમને પકડી

NIA તપાસને લઈને જે રીતે રાજનીતિ થઈ રહી છે, તેના વિરૂદ્ધ ટીએમસી પ્રતિનિધિ મંડળ કેન્દ્રીય ચૂંટણી પંચમાં ફરિયાદ કરવા પહોંચ્યું હતું. ટીએમસી નેતાઓનું કહેવું છે કે, ચૂંટણી પહેલા ભાજપ અમારા નેતાઓની ધરપકડ કરાવવા માગે છે.

ડોલા સેને કહ્યું કે, કેન્દ્રીય તપાસ એજન્સીઓના ચીફ બદલવામાં આવે. પશ્ચિમ બંગાળ સરકારને જલપાઈગુડીમાં વાવાઝોડામાં પીડિતોની મદદ કરવાની મંજૂરી આપવામાં આવે. જેનાથી તેમના ક્ષતિગ્રસ્ત થયેલા ઘર બનાવી શકાય અને અન્યની મદદ કરી શકાય.

‘ટીએમસી નેતા સાકેત ગોખલેએ સવાલ ઉઠાવતા કહ્યું કે, શું કેન્દ્ર સરકારે NIAના નવા મહાનિર્દેશકની નિમણૂંક પહેલા ચૂંટણી પંચની મંજૂરી લીધી હતી અને આ નિમણૂંકની તપાસ કરવાવવાની માંગ કરી. તેમણે એ પણ આરોપ લગાવ્યો કે, લોકસભા ચૂંટણી દરમિયાન કેન્દ્રીય એજન્સીઓની સાથે ભાજપની સાંઠગાંઠ વધી રહી છે.

xr:d:DAF9qjRx5lM:227,j:8804961501725156634,t:24040813

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button