વાહરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા મેરી મિટ્ટી,મેરા દેશ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

વિદ્યાર્થીઓ ગ્રામજનો રાષ્ટ્રધ્વજના વંદન સાથે દેશભક્તિના નારાઓ ગુજી ઉઠ્યા
ડીસા તાલુકાના વાહરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા મેરી મિટ્ટી,મેરા દેશ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. સ્વતંત્રતા પર્વના ઉપલક્ષ્યમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી ચલાવવામાં આવી રહેલું છે.અભિયાન “મેરી મિટ્ટી,મેરા દેશ દેશવાસીઓની રાષ્ટ્રવ્યાપીની એક અનોખી મિસાલ બનશે.આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે ગામડાથી લઈને શહેરો સુધી મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમની ઉજવણી ધામધૂમથી પૂર્વક કરવામાં કરવામાં આવી રહી છે ત્યારે ડીસા તાલુકાના વાહરા ગામે પણ મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ ધામધૂમ ઉજવાયો હતો.
આ પ્રસંગે વાહરા ગ્રુપ પંચાયતના તલાટી જયશ્રીબેન.કે પટેલ વાહરા ગ્રામ પંચાયતના સરપંચ ચંપાબેન છત્રાલિયા,દલિત સેનાના ઉપપ્રમુખ અરજણભાઈ છત્રાલિયા પૂર્વ સરપંચ બચુજી ઠાકોર, શક્તિ કેન્દ્રના પ્રમુખ અલ્પેશજી ઠાકોર, ગીરધનજી ઠાકોર, ડેપ્યુટી સરપંચ લેબાજી ઠાકોર,ગેનાજી ઈહોર, ઠાકોર સેનાના પ્રમુખ પારજીજી ઠાકોર,નાનજી ઠાકોર,વિરમજી બોકવાડીયા,રણછોડજી ઠાકોર,vc રણજીત ઠાકોર, નેમાભાઈ પ્રજાપતિ,જયંતીભાઈ છત્રાલિયા, શંકરજી ઠાકોર,વાહરા પ્રાથમિક શાળાના શિક્ષક મેલજીભાઈ દેસાઈ, દિનેશભાઈ આંગણવાડીની બહેનો, વાહરા શિક્ષકો ગામના આગેવાનો સહિત લોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમના વૃક્ષારોપણ કરવામાં આવ્યો. શાળાના વિદ્યાર્થીઓ ગ્રામજનો રાષ્ટ્રધ્વજના વંદન સાથે દેશભક્તિના નારાઓ ગુજી ઉઠ્યા હતા…
ભરત ઠાકોર ભીલડી








