
નાગરિકોએ અચૂક મતદાનના શપથ લીધા
***
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય અને નાગરિકોમાં મતદાન માટે જાગૃત્તિ આવે તે માટે સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત મતદારોમાં મતદાન અંગેની જાગૃત્તિ પ્રસરાવવાની કામગીરી શરુ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ ગામ અને વિસ્તારોમાં મતદાન જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં “ચુનાવ પાઠશાળા” કાર્યક્રમ યોજાયો હતો.
મતદાનનું મહત્વ સમજાવી વધુમાં વધુ મતદાન થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોને અન્ય નાગરિકોને પણ મતદાન માટે પ્રેરિત કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. નાગરિકોએ મતદાના શપથ લીધા હતા.









