PADDHARIRAJKOT

સંકલિત બાળ વિકાસ યોજના કચેરી દ્વારા જુદી જુદી વાનગીઓનું પ્રદર્શન આશા બહેનો દ્વારા પડધરી ખાતે આયુષ મેળામાં કરવામાં આવ્યું

તા.૨૨ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સંકલિત બાળ વિકાસ યોજના કચેરી (આઈ.સી.ડી.એસ.) દ્વારા ટેક હોમ રાશન(ટી.એચ.આર) માંથી બનતી જુદી જુદી વાનગીઓ, મિલેટ્સમાંથી બનતી અનેકવિધ પોષણયુક્ત વાનગીઓનું પ્રદર્શન આશા બહેનો દ્વારા પડધરી ખાતે યોજાયેલા આયુષ મેળામાં કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી માતૃશકિત યોજના, બાલશક્તિ, પૂર્ણાશક્તિ, માતૃશક્તિ જેવા ટેક હોમ રાશનનાં ફાયદાઓ સહિત વિભાગ દ્વારા થતી જુદી જુદી યોજનાઓનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. પોષણ અભિયાન અંતર્ગત દર મંગળવારે મંગળદિવસની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત વિવિધ કાર્યક્રમનો લાભ લેવા પડધરી બાળ વિકાસ પ્રોજેક્ટ મનેજરશ્રી અનસુયાબેન ભેંસદડિયાએ જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button