BANASKANTHADEESA
આગમવિશારદ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજાના દ્વારા IPS સુબોધજી માનકર વિર સાવરકર પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું

ભીલડી પોલીસ સ્ટેશનમાં પ્રોબેશનલ ઓફિસર તરીકે આવેલા IPS અધિકારી સુબોધજી માનકર પૂજ્ય ગુરુમહારાજના આશીર્વાદ લેવા માટે પધાર્યા હતા.છેલ્લા ત્રણ મહીનાથી આનંદ પરિવારની સાથે મળીને સુબોધજી માનકર ખૂબ જ શ્રેષ્ઠ કામગીરી કરી છે. અને આગળ પણ કરતા રહેવાનો સંકલ્પ કર્યો છે. તેઓ પોતે ખૂબ જ અંતરથી ઇચ્છે છે કે બનાસકાંઠા સંસ્કારકાંઠા બની જાય અને એમાં તેઓ પોતે પણ સહભાગી બને.આજરોજ તેઓની બનાસકાંઠાથી વિદાય છે અને આપણે સૌ ઈચ્છીએ કે તેઓ બે-ત્રણ મહિનાની ટ્રેનિંગ પૂરી કરીને ફરી પાછા બનાસકાંઠા જ પધારે. પૂજ્ય ગુરુમહારાજે તેમને વીર સાવરકર સંબંધી પુસ્તકો ભેટ આપ્યા હતા.છેલ્લા ત્રણ મહિનામાં આ વિસ્તારમાં તેઓએ દારૂબંધી તેમજ અપરાધ મુક્તિ અંગે જે કાર્યો કર્યા છે એ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે અને દરેક પોલીસ અધિકારી માટે અનુકરણીય છે.
ભરત ઠાકોર ભીલડી

[wptube id="1252022"]







