MORBIMORBI CITY / TALUKO

મોરબીમાં ઇષ્ટદેવ દરિયાલાલ પ્રભુનો જન્મોત્સવ ઉમળકાભેર ઉજવાશે

મોરબીમાં ઇષ્ટદેવ દરિયાલાલ પ્રભુનો જન્મોત્સવ ઉમળકાભેર ઉજવાશે

રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

મોરબી દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા ઈષ્ટદેવ દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મ જયંતિના બેતાલીસમાં સમારોહનું આવતીકાલે તા.23ને ગુરૂવારના રોજ દરિયાલાલ મંદિર ખાતે દરિયાલાલ મંદિરવાળી શેરી, નહેરૂ ગેઇટ, ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 6 થી 7 કલાકે દરિયાલાલ પ્રભુની આરતી, સવારે 8:30 થી 9 કલાકે શરામાયણ પ્રવચન, સવારે 7:30 થી 8 કલાકે દરિયાલાલ પ્રભુનું પૂજન, સવારે 9:30 થી 3 કલાકે વરૂણ યજ્ઞ તથા શ્રીફળ હોમવામાં આવશે. વરૂણ યજ્ઞના યજમાન પદે પાયલબેન તથા સંજયભાઇ જગદિશચંદ્ર પુજારા તથા માધવીબેન તથા આકાશભાઇ હિમતભાઇ પુજારા બેસશે. તેમજ દરિયાલાલ પ્રભુનો પ્રસાદ-સમૂહ ભોજન સાંજે 6 થી 8 કલાકે બહેનો તથા રાત્રે 8 થી રાત્રે10 કલાકે ભાઇઓ માટે દશાશ્રીમાળી વણીક જ્ઞાતીની ભોજનશાળા સાવસર પ્લોટ મેઇન રોડ ખાતે યોજાશે. જેમણે પણ પોતાનો ફાળો આપવાનો હોય તે દશાશ્રીમાળી વણિક જ્ઞાતીની વાડીમાં આપી શકશે. પ્રમુખ ઘનશ્યામભાઇ કાનજીભાઇ જોબનપુત્રા, ટ્રસ્ટી કમલેશ કીરચંદભાઇ કકકડ, નિકુંજભાઇ પુનમચંદભાઇ કોટક, જગદિશચંદ્ર હરજીવનભાઇ પંડીત અને ચંદ્રેશ હીરાલાલ કોટકની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button