GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:કંજરી ખાતે આવેલ ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલમાં હાલોલ રૂરલ પોલીસ મથકના પીએસઆઈ મહામુનકરની ઉપસ્થીતિમાં શિક્ષક દિવસની ઉજવણી કરાઇ.

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૬.૯.૨૦૨૩

ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ દિવસ ની ઉજવણી ની યાદ માં ઉજવાતા પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિવસની કંજરી ની ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલમાં ઉલ્લાસપૂર્વક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ સમગ્ર દિવસ શૈક્ષણિક કાર્યનું સંબોધન કર્યું હતું.સમગ્ર દિવસ દરમિયાન તેમને વર્ગખંડોમાં થયેલ અનુભવોનું વિદ્યાર્થીઓ સમક્ષ વર્ણન કર્યું હતું. તો સ્વશાસન દિનની ઉજવણીમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.તેમજ શાળાના તમામ વિદ્યાર્થીઓને અલ્પાહાર આપવામાં આવ્યો હતો.આ વિશેષ કાર્યક્રમમાં હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાંથી પીએસઆઇ મહામુનકર,પોલીસ હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ અજીતસિંહ તેમજ પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ બારોટ ઉપસ્થિત રહી શાળાના શિક્ષકોને પુષ્પગુચ્છ આપી અત્યારે તેઓ જે પદ પર બિરાજમાન છે તેનો યશ શિક્ષકોને આપ્યો હતો તેમજ શાળાના વિદ્યાર્થીઓને હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનની મુલાકાત લેવાનું ભાવ ભર્યું નિમંત્રણ આપવામાં આવ્યું હતું.જ્યારે આ પ્રસંગે શાળાના આચાર્ય મુસ્તાકભાઈ શેખ તેમજ શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button