
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ઇસરી ગામે રંગોળી અને વેશભૂષા તો રેલ્લાંવાડા ખાતે શોભયાત્રા અને જીતપુર ગામે મહા આરતી સાથે રામમય વાતાવરણ બન્યું

સમગ્ર હિન્દૂ પરિવાર દ્વારા આજે માત્ર ને માત્ર દરેક ના મુખે એકજ નામ જય જય શ્રીરામ જ સાંભરવા મળી રહ્યું છે અયોધ્યા ખાતે શ્રી રામ ની ભવ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવી અને જાણે કે પોતે રામ આજે પધારી રહ્યા છે તેવું અયોધ્યા ખાતે જોવા મળ્યું તેની સાથે ભગવાન શ્રીરામની મૂર્તિની સ્થાપના કરવામાં આવી જેની ઉજવણી શહેર હોય કે પછી ગામડું દરેક આસ્થા રૂપી આજે ઉજવણી કરી રહ્યા છે
અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકાના ઇસરી, રેલ્લાંવાડા તેમજ જીતપુર ગામે અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઇસરી ખાતે 108 ફૂટની રંગોળી બનાવી શ્રી રામ પરિવારની વેશભૂષા સાથે ઉજવણી કરવામાં આવી તો બીજી બાજુ રેલ્લાંવાડા ખાતે શ્રી રામ ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને આખુ ગામ રોશની થી ચમકી ઉઠ્યું હતું તો જીતપુર ગામે પણ મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક ગામના લોકો એ મહા આરતીમાં ભાગ લઇ સમગ્ર વાતાવરણ શ્રીરામના નામ થી ભક્તિમય બનાવી લઇ ઊજવણી કરવામાં આવી હતી








