RAJKOTUPLETA

જસદણ,વીંછીયા તાલુકા મા આઇ. સી. ડી. એસ. તંત્ર મસ્ત આંગણવાડી કાર્યકરો ત્રસ્ત !

મંગળદીન, ફ્રુટ, નાસ્તા બીલો ની રકમ ઘણા સમયથી ચૂકવણી નથી થઈ બોલો કેમ?

20 મે વાત્સલ્યમ સમાચાર
નિલેશ સોલંકી

અંગત સૂત્રો પાસેથી માહિતી મુજબ કે રાજકોટ જિલ્લામાં જસદણ, વીંછીયા તાલુકા આંગણવાડીઓ મા ફ્રુટ, ગરમ નાસ્તા, મંગળદીન ઉજવણી ના બીલો રકમ ઘણા લાંબા સમયથી ચૂકવણી કરવામાં આવી નથી.

રાજકોટ જિલ્લા ના પ્રોગ્રામ ઓફિસર કચેરી ને આ અંગે જાણ કરવામા આવી હતી છતા કોઈ બીલો રકમ ચૂકવણી કરવામા આવી નથી.

જસદણ, વીંછીયા તાલુકા આંગણવાડી વર્કર બહેનો મજબૂર બની ગયા છે ઘણા લાંબા સમયથી બીલો ની રકમ ચૂકવણી કરવામા આવી ના હોવાથી પોતાના ઘરના પૈસે ખરીદી ઓ કરીને બાળકો ને જમાડવા મજબૂર બની ગયા છે.

એક બાજુ સરકાર કુપોષણ મુક્ત ગુજરાત માટે સતત કાર્યો યોજના ઓ કરી રહી છે તો બીજી બાજુ આ તાલુકા ઓ મા બીલો રકમ ચૂકવણી થતી નથી તો આના જવાબદાર કોણ જિલ્લા કક્ષાએ બેઠેલા અધિકારી ઓ કે તાલુકા કક્ષાએ બેઠેલા અધિકારીઓ??

[wptube id="1252022"]
Back to top button