MORBI

ટંકારામાં ઓવરબ્રિજના બિસ્માર સર્વિસ રોડ મામલે સ્થાનિક લોકો એ ચક્કાજામ કર્યો

ટંકારામાં ઓવરબ્રિજના બિસ્માર સર્વિસ રોડ મામલે સ્થાનિક લોકો એ ચક્કાજામ કર્યો રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર 

ટંકારા નજીક ઓવરબ્રિજના સર્વિસ રોડ પર સ્થાનિકોએ ચક્કાજામ કરી દેતા હાઈવે પર વાહનોના થપ્પા લાગી ગયા હતા વારંવાર રજૂઆત કરવા છતાં ગટરના પાણીનો નિકાલ કરવા માટે ભૂગર્ભની પાઈપલાઈનનું કામ ના કરતા રાહદારીઓ અને સ્થાનિકો પરેશાની ભોગવી રહયા છે જેથી રજૂઆત કરીને થાકી ગયેલ સ્થાનિકોએ આજે ચક્કાજામ કરી દીધો હતો

જેથી પોલીસ દોડી આવી હતી અને સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો અને વાહન વ્યવહાર પોલીસે પુનઃ શરૂ કરાવ્યો હતો જે મામલે ઇન્ચાર્જ અધિકારી બાસીદાએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં નિર્ણય લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે

[wptube id="1252022"]
Back to top button