
અહેવાલ
અરવલ્લી : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મોડાસા આઈસીડીએસ વિભાગમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ : તાલીમમાં અપાતું સરકાર દ્વારા ફળવાયેલ 300 નું શૈક્ષણિક મટીરીયલ ફક્ત 70 ની કિંમતનું
ટીએલએમ તાલીમ માં કરાયો દેખીતો ભ્રષ્ટાચાર તાલીમમાં અપાતું સરકાર દ્વારા ફળવાયેલ 300 નું શૈક્ષણિક મટીરીયલ ફક્ત 70 ની કિંમત નું
સરકાર દ્વારા તાલીમ દરમિયાન નક્કી કરાયેલ ભોજન પણ કાર્યકર બહેનો ને અપાતું નથી ભોજન માટે એક કાર્યકર દીઠ 150 રૂપિયા સરકાર દ્વારા નક્કી કરાયેલ છે
તાલીમ લીધેલ 250 બહેનો દ્વારા પણ ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ જિલ્લા કોંગ્રેસે પણ જિલ્લા પ્રોગ્રામ અધિકારી ને કરી ભ્રષ્ટાચાર ની રજુઆત સમગ્ર ભ્રષ્ટાચાર અંગે જિલ્લા કોંગ્રેસે કરી માગ
અરવલ્લી જિલ્લા આઇ સી ડી એસ વિભાગમાં,છેલ્લા ઘણા સમય થી ભ્રષ્ટાચાર ના આક્ષેપ ઉઠ્યા છે,ઊઘરાણા નું હોય કે પછી આંગણવાડી ભરતી પ્રક્રિયા નું હોય, ભરતી પ્રક્રિયા નો મામલો હજુ ચર્ચામાં છે, ત્યાં ,વધુ એક ભ્રષ્ટાચાર ના આક્ષેપ ઉઠ્યા છે,મોડાસા તાલુકા પંચાયત ખાતેની CDPO કચેરી ખાતે,લો કોસ્ટ T L M સેજા કક્ષાની તાલીમ યોજાઈ હતી,જેમાં તાલીમ માટે આવતી ,કર્મચારી મહિલાઓને ચા, નાસ્તો કે પછી જમવા માટેની સુવિધા પ્રાપ્ત ન થતા,કર્મચારી મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો,અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો ને મામલો ધ્યાને આવતા,આગેવાનો એ મહિલાઓ ની મુલાકાત લેતા,સ્પષ્ટ પણે ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું હતું,કોંગ્રેસ આગેવાનોએ ઉચ્ય કક્ષાએ આચરવામાં આવતા કોમ્ભાંડ ને લઈ રજુઆત કરી, તપાસ કરવાની માંગ કરી હતી