GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના નેસડા (ખા)પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવી

TANKARA:ટંકારાના નેસડા (ખા)પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવી

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – નેસડા(ખા) ખાતે આજરોજ 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસ હોવાથી ટંકારા તાલુકાની ટંકારા કુમાર તાલુકા શાળા તથા PHC દેઠળની તમામ શાળાઓમાં વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવેલ.
જેના ભાગરૂપે શાળાઓમાં વિદ્યાર્થીઓને મેલેરિયાનું આરોગ્ય શિક્ષણ આપેલ તેમાં મેલેરિયાના અટકાયતી પગલા તથા મેલેરિયાના પ્રાથમિક નિદાન અને સારવાર વિશે સમજાવેલ .

આ ઉજવણીમાં શાળાના આચાર્યશ્રી પરેશભાઈ દૂબરિયા દ્વારા સહકાર મળેલ. તેમાં મેડીકલ ઓફિસર- ડો. અવની દેત્રોજા, કોમ્યુનીટી હેલ્થ ઓફિસર- કોમલબેન અગ્રાવત, PHC સુપરવાઈઝર ઉમેશભાઈ ગોસાઈ તથા સમ્રગ PHC સ્ટાફ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ તથા લોકોને મેલેરિયા વિશે જાગૃત કરવામાં આવેલ.
[wptube id="1252022"]








