
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪મા રાજકોટ જિલ્લામાં વધુને વધુ મતદારો મતદાન તરફ પ્રોત્સાહિત થાય અને પોતાના પવિત્ર મતદાનની ફરજ અદા કરે તે માટે સ્વીપ દ્વારા વિવિધ નવતર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મતદાન જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
જે અન્વયે મોડેલ સ્કૂલ દ્વારકાના વિદ્યાર્થીઓએ વિવિધ પોસ્ટર દ્વારા મતદાર જાગૃતિ અંગેની રેલી યોજવામાં આવી હતી. ઉપરાંત લોકશાહીના મહાપર્વમાં સહભાગિતા અદા કરવા સંકલ્પબધ્ધ થયા હતા.
[wptube id="1252022"]