

વિધાનસભા ૨૦૨૨ ની ચુંટણી લક્ષી કામગીરી દરમિયાન રિકવિઝિટ મા લીધેલ વાહનના બિલ પાસ કરવા બાબતે વાહનમાલિકો દ્વારા ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં વાહનમાલિકો દ્વારા જણાવ્યા મુજબ ઉપરોકત વિષય ના અનુસંધાનમાં આપ સાહેબ ને જણાવાનું કે તા.૩૦/૧૦/૨૦૨૨ ના રોજ થી અમારા વાહનો ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે ચુંટણીલક્ષી કામગીરી માટે પોલીસ સ્ટેશનમાં લીધેલ હતા જેમા ટોટલ ૫૦ વાહન ફાળવેલ હતા. જેમા વાહન બી. એસ.એફ. કંપની ને ફાળવેલ હતા અને બાકીના ૪૧ વાહનો સી.આર.પી.એફ. કંપની ને ફાળવેલ હતા. જેમાં અમોને આજ દિન સુધી ડીજલ શીવાય બીજી કોઇ પણ ખતની ચુકવણી કરવામાં આવી નથી. જેમાં અમારા વાહનો તા.૩૦/૧૦/૨૦૨૨ થી તા.૯/૧૨/૨૦૨૨ ના રોજ બધા વાહનો અલગ અલગ તારીખે છુટા કરવામાં આવ્યા હતા તો આપ સાહેબ ને અમારે અરજી ના માધ્યમથી અમારા બીલ પાસ કરી આપવામાં અમારી નમ્ર અપીલ છે જેમા ચૂંટણી લક્ષી કામગીરીમા રીકવિઝીટમાં આપેલ વાહનોની યાદી અરજી સાથે બિડાણ કોને કેટલા દિવસ કામગીરીમા વાહન આપેલ હતા તે પણ અરજી મા સામેલ છે અત્રે અમોને ચૂંટણી લક્ષી કામગીરી પત્યા બાધ જણાવામાં આવ્યું હતું કે બે મહીનામાં તમારા બિલ પાસ કરી દેવામાં આવશે તો અમોને આજદીન સુધી અમારા બિલ પાસ થયા નથી જેમાં અમોએ વારંવાર ટેલીફોનીક તથા મૌખીક રજુઆત કરતા દિન ૮ થી દિન ૧૦ એવા વાયદા આપી ૮ મહિના જેટલો સમય વિતી ગયા હોવા છતા અમારા વાહનોના બિલ પાસ થયા નથી તો આપ સાહેબ ને વહેલી તકે તપાસ કરી અમારા બાકી બિલના નાણાં પાસ કરી આપવા આમો મોટર માલીકોની અરજ સહ વિનંતી છે. વધુમાં વાહનચાલકો દ્વારા જણાવામાં આવ્યું હતું કે જો અમારી માહિતી દિન 5 માં ધ્યાને લેવામાં નહિ આવે તો અમે અચોક્કસ મુદ્દત સુધી ઘરણા કરીશુ અને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરીશુ.




