BANASKANTHADANTA

અંબાજી ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલે વિદેશી દારૂ સામે મોટું ઓપરેશન પાર પાડ્યું, અંબાજી પોલીસ ઊંઘતી રહી

અંબાજી પોલીસના નાક આગળ જ ખુલ્લેઆમ માથાભારે બુટલેગરો વિદેશી દારુનું વેચાણ કરી રહ્યાં છે

સાહેબ દેશી તો નાના માણસો જ પી સકે મોટા માણસો નુ કામ નથી અંબાજી પોલીસ નાની માછલીઓ જ પકડી શકે ઇંગલિશ પકડવાનું કામ નથી

શકિતપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે.સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી, રાજસ્થાન અને ગુજરાતને જોડતી સરહદ પર આવેલું મા જગતજનની અંબાનું ધામ છે. ગુજરાતના બોર્ડર પર આવેલું શક્તિપીઠ અંબાજી મંદિર કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. ગુજરાતમાં દારૂબંધી તો છે, પણ તેનો અમલ ક્યાંય ન દેખાતો હોય તેવું લાગી રહ્યું છે. રાજસ્થાન તરફથી ગુજરાતમાં દારૂની ભરેલી ગાડીઓ મોટા પ્રમાણમાં જતી હોય છે. જેના લીધે ગુજરાત ભરમાં ઠેર-ઠેર જગ્યાએ દારૂનું વેચાણ જોવા મળતું હોય છે. મા જગતજનની અંબાના ધામે અંબાજીમાં પણ વિદેશી દારૂનું વેચાણ છેલ્લાં ઘણા સમયથી ધમધમી રહ્યું છે.

ગુજરાતમાં દારૂબંધી કાગળ ઉપર હોય તેવુ લાગી રહ્યું છે.ગુજરાત સરકાર દ્વારા દારૂની હેરાફેરી અને વેચાણને રોકવા માટે સ્પેશિયલ મોનીટરીંગ સેલની ટીમ મૂકવામાં આવી છે. સ્પેશિયલ મોનીટરીંગ ટીમ ગુજરાતમાં દારૂબંધીને રોકવા માટે પોતાની ફરજ બજાવતી હોય છે. ત્યારે ગુરુવારે સવારે યાત્રાધામ અંબાજીમાંથી એક સ્વિફ્ટ કાર દારૂ ભરેલી ઝડપી પાડી હતી.અંબાજી-પાલનપુર હાઇવે પરથી કારમાં લઈ જવાતો દારૂ સ્પેશિયલ મોનીટરીંગ સેલે ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે ગાડીની તલાસી લેતા ગાડીમાંથી દારૂ મળી આવ્યો હતો. કારમાંથી 1487 વિદેશી દારૂની બોટલો અને 96 બિયરની બોટલો ઝડપાઈ છે. 1 લાખ 80 હજારના વિદેશી દારૂ સાથે 1 સ્વીફ્ટ સફેદ કાર જેની કિંમત 4 લાખ સહિત કુલ 5 લાખ 80 હજારનો મુદ્દામાલ પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર પ્રક્રિયા સ્પેશિયલ મોનીટરીંગ સેલે પૂરી પાડી હતી. દારૂ ભરેલી સ્વિફ્ટ કારને અંબાજી પોલીસ સ્ટેશન મા લવાઈ હતી.

:- અંબાજી ખાતે દારૂના બૂટલેગરો નો ભારે ત્રાસ :- (1)બિપીન ઠાકોર ઉર્ફે ટીનીયો (2) અને દિલીપ પ્રજાપતિ તેનાં સાથી દારોની ટીમ પોલીસ સાથે જ ચા પાણી પીતાં નજરે પડતા હોય છે ત્યારે મોનીટરીંગ સેલ દ્વાર જો વધુ તપાસ હાથ ધરવામાં આવે તો આખા ગુજરાત કરતાં પણ વધુ રાજસ્થાન થી ગુજરાતમાં ગાડીઓ પસાર કરતાં અંબાજીના બુટલેગરો ઝડપાય તેવી શક્યતા જોવા મળી રહી છે

રિપોર્ટર કલ્પેશ ઠાકોર દાંતા

[wptube id="1252022"]
Back to top button