BHARUCH

જંબુસર નગર સહિત પંથક છેલ્લા ત્રણ દિવસ થી મેઘા નુ આગમન થતા નગરજનો સહિત પંથક ના પ્રજાજનો તથા ધરતીપુત્રો મા આનંદ ની લાગણી પ્રવર્તી


જંબુસર નગર સહિત પંથક છેલ્લા ત્રણ દિવસ થી મેઘા નુ આગમન થતા નગરજનો સહિત પંથક ના પ્રજાજનો તથા ધરતીપુત્રો મા આનંદ ની લાગણી પ્રવર્તી હોવાના તથા જંબુસર એસ.ટી.ડેપો ના સત્તાધીશો ની બેદરકારી ના પગલે એસ.ટી.ડેપો પ્રવેશ ધ્વાર મા ભરાયેલા વરસાદી પાણી નો નિકાલ નહી થતા મુસાફરો ને હાલાકી નો સામનો કરવો પડતો હોવાના તેમજ ટંકારી ભાગોળ થી એસ.ટી. ડેપો સર્કલ સુધી ના માર્ગ ઉપર પડેલ ઉંડા ખાડાઓ મા પાણી ભરાઈ જતા વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
જંબુસર નગર સહિત પંથક મા છેલ્લા ત્રણ દિવસ થી વરસાદી માહોલ છવાઈ ગયો છે.નગર સહિત પંથક મા મેઘા નુ આગમન થયુ છે.અને ધીમીધારે વરસતા વરસાદ ના પગલે નગરજનો સહિત પંથક પ્રજાજનો તથા ધરતીપુત્રોએ આનંદ ની લાગણી વ્યક્ત કરી હતી.ધીમીધારે વરસતા વરસાદ ના પગલે વાતાવરણ મા ઠંડક પ્રસરી છે.છેલ્લા ત્રણ દિવસ થી પડી રહેલ ધીમીધાર ના વરસાદ પગલે જંબુસર એસ.ટી.ડેપો ખાતે વરસાદી પાણી ભરાઈ રહ્યા છે.અને એસ.ટી.સત્તાધીશો ની બેદરકારી ના પગલે પાણી નો નિકાલ નહી થવાથી એસ.ટી.ડેપો ખાતે આવતા મુસાફરો ને તકલીફો નો સામનો કરવો પડી રહ્યો છે.એસ.ટી.ડેપો ના સત્તાધીશો તાકીદે વરસાદી પાણી ના નિકાલ માટે ઘટતી કાર્યવાહી હાથ ધરે તે જરૂરી છે.તદઉપરાંત નવનિર્મિત એસ.ટી
ડેપો આવેલ પાર્સલ ઓફીસ મા વરસાદ નુ પાણી ટપકટુ હોય વેપારીઓ ના પાર્સલ ને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.તો આ બાબતે એસ.ટી.ડેપો સત્તાધીશો યોગ્ય કામગીરી હાથ ધરાવે તે જરૂરી છે.
જંબુસર નગર ના ટંકારી ભાગોળ થી એસ.ટી.ડેપો સર્કલ સુધી ના માર્ગ ઉપર ઉંડા ખાડાઓ પડી ગયા છે. અને ત્રણ દિવસ પડી રહેલ વરસાદ ના કારણે આ ખાડાઓ મા પાણી ભરાઈ જતા હોય વાહન ચાલકો ને ખાડાઓ ધ્યાને આવતા ના હોય તેઓ ના વાહનો ખાડાઓ મા ખાબકે છે.અને ખાડાઓ ના કારણે વાહન ચાલકો તોબા પોકારી ઉઠયા છે ત્યારે પાલિકા સત્તાધીશો ખાડાઓ પુરવા કાર્યવાહી હાથ ધરે પ્રજાજનો ના હિત મા જરૂરી છે.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button