DAHODGARBADA

દાહોદ એલસીબી ની ટીમે માતવા ગામના કુખ્યાત બુટલેગર શનું પલાસને ઝડપી પાડી જેલ ભેગો કર્યો.

છેલ્લા ત્રણ વર્ષથી ગુનામાં વોન્ટેડ અને પ્રખ્યાત બુટલેગરને ઝડપી પાડતી દાહોદ એલસીબી ની ટીમ


દાહોદ એલસીબી પોલીસે છેલ્લા ત્રણ વર્ષથી 14 જેટલા પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ અને કુખ્યાત બુટલેગર શનુ પલાસને ઝડપી પાડી જેલ ભેગો કર્યો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બૂટલેગરો દ્વારા રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી દારૂની ઘૂસણખોરી કરવામાં આવતી હોય છે ત્યારે વિદેશી દારૂની હેરાફેરી કરતા ગરબાડા તાલુકાના માતવા ગામના કુખ્યાત બુટલેગર શનું પલાસને દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસને બાતમી મળી હતી કે કુખ્યાત બુટલેગર શનું પલાસ માતવા તેમજ રામદાસ જવાના માર્ગે આવવાનો હોવાથી પોલીસે આરોપીને ઝડપી પાડવા સઘન વોચ ગોઠવી હતી. પ્રોહિબિસનના ૧૪ જેટલા ગુનાઓમાં સંડોવાયેલ બુટલેગર શનું પલાસને દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button