SINORVADODARA

શિનોર પંથકમાં કડાકા ભડાકા સાથે કમોસમી માવઠાથી ખેડૂતો માં ચિંતાનું મોજું ફરી વળ્યુ

હવામાન વિભાગ દ્વારા કમોસમી માવઠું થવાની સંભાવના ની આગાહી કરવામાં આવી હતી જેને લઈ ભર શિયાળે ચોમાસાની ઋતુ જેવો માહોલ જોવા મળ્યો હતો.
આજે તારીખ 26.11.2023 નાં સવારના સમગ્ર શિનોર પંથકના ગામોમાં ભારે પવન અને ભારે ગાજવીજ તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસતા ઊભા પાક ને નુકશાની જવાની ભીતિ સેવાઈ જતા ખેડૂતો માં ચિંતાનું મોજું ફરી વળ્યુ હતું.
શિનોર પંથકમાં હાલ કપાસ.તુવેર.દિવેલા સહિતના ઊભા પાક તૈયાર હોય કમોસમી વરસાદ વરસતા ખેડૂતો નાં ઊભા પાકને ભારે નુકશાની જવાથી ખેડૂતો ને રોવાનો વારો આવ્યો હતો.

ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]
Back to top button