WANKANER:ભાટિયા સોસાયટી પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ પહોંચ્યા
WANKANER:ભાટિયા સોસાયટી પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ પહોંચ્યા
“ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરિસિંહ ઝાલા એ વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા”

વાંકાનેર ખાતે તારીખ 21 1 2024 ના રોજ રવિવારે રજાના દેશમાં પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની ગેરંટી વારી ગાડી એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો રથ જે વાંકાનેર ભાટિયા સોસાયટી પ્રાથમિક શાળા ખાતે 10:30 કલાકે રજાના દિવસે કાર્યક્રમની શરૂઆત ઝગમગી ઉઠી હતી એ પણ એવા સમયે 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી સતત લોકો શ્રી રામ જન્મભૂમિ આયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત હર ઘર દિપકનો પ્રકાશ સાથે રંગબેરંગી રંગોલી થી સમગ્ર વિસ્તાર શ્રીરામ ના રંગમાં રંગાયા છે એવા સમયે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો રથનું નું આગમન સરકારી પ્રાથમિક શાળા ભાટિયા સોસાયટી ખાતે થયું હતું જ્યાં વાંકાનેર કુવાડવા મતવિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરિસિંહ ઝાલા સહિત ભારતીય જનતા પાર્ટીના જિલ્લા સભ્ય જોસના બેન રાઠોડ દલડી ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન નરેન્દ્ર ભાઈ સોલંકી સહિત ગાડું ભાઈ ભાજપ પૂર્વ અગ્રણી સહિત સ્થાનિક ભાટિયા સોસાયટી વિસ્તારના આગેવાન મનોહરસિંહ ઉર્ફે ટીનુભા જાડેજા અને કિશોરસિંહ ઝાલા સહિત ભાટિયા સોસાયટી પ્રાથમિક શાળાના આચાર્ય અતુલભાઇ બુદ્ધદેવ સહિતના એ સારી એવી જહેમત ઊઠાવી હતી આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ નાટક તેમજ રાષ્ટ્રીય સંસ્કૃતિ ગીત રજૂ કર્યા હતા જેને પ્રોત્સાહિત કરવા માટે ધારાસભ્ય જીતુભાઈ એ પુરસ્કાર આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા તેવી જ રીતે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરિસિંહ ઝાલાએ સહિત મહાનુભવો ઉપસ્થિત રહેલા મહેમાનોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પુરસ્કાર આપી કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાઓ સહિત લાભાર્થીઓના અભિપ્રાય રજૂ કર્યા હતા જે સમગ્ર કાર્યક્રમ તસવીરમાં દ્રશ્યમાન થાય છે








