VADODARAVADODARA CITY / TALUKO

સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત

કરજણના નવા બજાર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી બાલ સ્વરૂપદાસજી સ્વામી અને અન્ય ટ્રસ્ટી ઠાકોર વેરીભાઈ પટેલની બોગસ સહી કરી બેન્ક ઓફ ઈન્ડિયામાં મુકેલી મંદિરની એફડી ખોવાઈ ગઈ છે તેવી વાત કરી બેન્કના ફોર્મેટ મુજબ મંદિરમાં સેવા આપતા કૃણાલ વિનુભાઈ પટેલ (રહે. અમરદીપ હેરિટેજ, આજવા રોડ, વડોદરા) એ એફિડેવિટ બેંકમાં રજૂ કરી હતી અને મંદિરના એકાઉન્ટમાં એફડીના 24 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા.

સ્વામિનારાયણ મંદિર સાથે લાખોની ઉચાપત અંગે વિદેશથી પરત આવેલા બાલસ્વરૂપ સ્વામીએ શેર બજાર ટ્રેડિંગના ધંધા સાથે સંકળાયેલા ભેજાબાજ કૃણાલ પટેલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button