
ટંકારા તાલુકાના ઘુનડા રવાપર રોડ પર આવેલ ઈડન હિલ્સમા તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઘુનડા રવાપર રોડ ઇડન હિલ્સમા રહેતા પ્રાણજીવન હિરજીભાઈ ઠોરીયા ગંજીપાના વડે નસીબ આધારે પૈસાની હારજીતનો જુગાર રમાડતો હોવાની બાતમી આધારે પોલીસે રેડ કરી હતી અને જુગા રમતા પાંચ જુગારીઓ પ્રાણજીવન હિરજીભાઈ ઠોરીયા, રમેશભાઈ ભગવાનજીભાઈ અઘારા, હરજીવનભાઈ હિરજીભાઈ ઠોરીયા, કાનજીભાઈ આંબાભાઈ છત્રોલા, ભાણજીભાઈ દેવજીભાઈ સાણંદીયાને રોકડા રૂ ૭૧૩૦૦/- તથા વાહન તેમજ મોબાઇલ ફોન મળી કુલ મુદામાલ રૂ. ૪૮૧૩૦૦ ના મુદ્દામાલ સાથે પકડાયેલા પાંચેય આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૪,૫ મુજબ ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે.

[wptube id="1252022"]








