વાત્સલ્યમ્ સમાચાર નો ખાસ એહવાલ વાંચો !!કુદરતની ભૌગોલિક આફતો સમયે આટલું યાદ રાખો

કુદરતની ભૌગોલિક આફતો સમયે આટલું યાદ રાખો
વાવાઝોડું, અતિવૃષ્ટિ, ધરતીકંપ, જેવી કુદરતી ભૌગોલિક પરિવર્તનો અને આફતોની પ્રક્રિયા ચાલતી હોય તે સમયે, કોઇ ધર્મ, કોઇ સતાધીશ, કોઇ કાયદો, કોઇ પ્રશાસન કોઇને મદદરૂપ બનતું નથી, પ્રશાસન તંત્ર આફત પહેલા અગમચેતી અને આફત બાદ રાહત કામગીરી કરે છે,
કુદરતી ભૌગોલિક પરિવર્તનો સમયે આફતો સમયે સૌથી સારી મદદ પડોશી કરી શકે છે એટલે આસપાસ પડોશીઓને મદદ કરવી અને પડોશીઓની મદદ લેવી એ પહેલી સાચી મદદ છે સાવધાની છે,
આફત સમયમાં સૌથી મહત્વપૂર્ણ જરૂરત માનસિક શાંતિ રાખવાની છે, વાવાઝોડું કે ધરતીકંપ રોકી શકાય, નિયંત્રણ કરી શકાય, રોકી શકાય એવી કોઇ વ્યવસ્થા કુદરતે રાખી નથી તેથી શક્ય એટલી માનસિક ઉત્પાત આને ભાગદોડ કરવાનો અર્થ નથી, સલામત સ્થળે પહોંચી જવું, અથવા સલામત સ્થળે શાંતિ પૂર્વક બેસી રહેવું એ સાચો બચાવ છે,
કુદરતી આફત સમયે એક બે દિવસ લાઇટ વિજળી, વાહનો વગેરેનો ઉપયોગ ઓછો કરવો, વાવાઝોડા સમયે વાહનો સલામત સ્થળે બંધ કરી મુકવા અને મુસાફરી તથા વાહનનો ઉપયોગ ટાળવો.. ભૌગોલિક આફતો સમયે રસ્તાઓ ઉપર વિજળીના તાર , ઝાડની ડાળીઓ, મોટા ઝાડ, પતરા, લોખંડ, માટી, ઈંટ પથ્થરો, વગેરે ઘાતક ઈજા કરનારી ચીજ વસ્તુઓ પડતી હોય છે તેથી મેડીકલ ઇમરજન્સી સિવાય બાકી બધા ખાનગી કામ ધંધા રોજગાર એક બે દિવસ બંધ રાખવા અને કુટુંબ પરિવારના સભ્યો સાથે સલામત સ્થળે રહેવું,

વાવાઝોડું હવામાન ખાતાન સતા કે નિયંત્રણ નીચે નથી, કુદરતની ભૌગોલિક પરિવર્તનો માટે અંદાજ લગાવી શકાય છે પણ ચોક્કસ પ્રમાણ આપી શકાય નહીં,
પ્રશાસન દ્વારા અનેક બચાવ અને રાહત કામગીરીઓ માટે સંખ્યાબંધ લોકોને ફરજ ઉપર મુકાયેલા છે પરંતુ જેવા તમે માણસ છો એવા એ બધા માણસ છે, વાવાઝોડું ચાલતું હોય ત્યારે એમને પોતાના જીવ બચાવા સલામત સ્થળે રહેવું પડે છે વાવાઝોડું પસાર થાય અને વાતાવરણ શાંત થયા પછી સરકારી તંત્ર મદદરૂપ બની શકશે, કોઇના સુધી મદદ પહોંચાડવા આને બચાવ કે રાહતકાર્ય માટે સરકારી તંત્રને ત્યાં પહોંચવુ જરૂરી હોય છે એટલે સરકારી તંત્રની મદદ તમારા સુધી પહોંચે ત્યાં સુધી તમારે તમારી પોતાની સાવચેતી અને મદદ જાળવવાની છે,
બિપરજોય વાવાઝોડું ૧૫-૧૬ એમ બે દિવસ માટે ગુજરાતના દરિયાકાંઠાના પશ્વિમ ઉતર વિસ્તારમાં અંદર ૨૦૦ થી ૩૦૦ કિલોમીટર સુધી અસર કરશે તેવી આગાહીઓ પાંચ સાત દિવસથી સતત આપવામાં આવે છે છતાં સાવધાની રાખવામાં આવતી નથી
૧૫-૧૬ જુન ૨૦૨૩ ના વાવાઝોડાના દિવસો હોવાથી ખાનગી વેપાર ધંધા દુકાનો, ઓફિસો, રેસ્ટોરન્ટ, હોટલો, ટ્રાવેલ્સ, વગેરે જડબેસલાક બંધ રાખવા જરૂરી છે, ઘરમાં અથવા સલામત સ્થળે ચુપચાપ શાંતિથી આ વાવાઝોડાનો સમય પસાર કરવાની અપીલ છે. એક એ દિવસ ધંધો વેપાર બંધ રાખવાથી કોઇ મોટી ખોટ આવશે નહીં પણ જીંદગીના જોખમે ઘર બહાર નીકળવાથી મોટી હાનિનો ભોગ બનવાની શક્યતા વધે છે,
ગુજરાતના સરકારી તંત્ર પાસે સવા કરોડ લોકો અને લાખો અબોલ પશુઓની સલામતી રક્ષા માટે આશરે ૩ લાખ કર્મચારીઓ અને અધિકારીઓ રાહત કામગીરી માટે છે તેની સામે સવા છ કરોડ લોકોને મદદ કરવાની ક્ષમતા હોય નહીં તેથી દરેક નાગરિકે પોતે પોતાની આને પરિવારની સલામતી તથા સુરક્ષા જાતે કરવી જરૂરી છે.
વાહનો, ધંધા, વેપાર, મુસાફરી બધું બે દિવસ બંધ રાખી કુદરતી ભૌગોલિક આફતો આવે પરિવર્તનો સમયે શાંતિ અને સૌહાર્દ તેમજ પડોશી ધર્મ તથા માનવતા એજ સૌથી સારી જીવન રક્ષા છે,
અબોલ પશુઓને સલામત સ્થળે ખસેડજો, આસપાસના અબોલપશુઓને શક્ય હોય એટલો આશરો મદદ આપજો,
બાંધી રાખેલા પશુઓ, બાંધી રાખેલા પશુઓ પોતાનો બચાવ કરી શકતા નથી તેથી પશુઓની સલામતી ખાસ કરજો અને પાંજરે પુરી રાખેલા પક્ષીઓની સલામતી માટે ચોક્કસ વ્યવસ્થા કરજો.
સૌ આપપાસના પડોશીઓ સાથે માનવતા થઈ અરસપરસ સાથ સહકાર જાળવીને કુદરતી ભૌગોલિક પ્રક્રિયામાં સલામત રહીએ તેવી પ્રાર્થના …








