MEHSANAVIJAPUR

વિજાપુર એપીએમસીમાં પીઆઇ પટેલે આપી કાંટાની ટક્કર જીતનો આધાર સરકાર હસ્તક

વિજાપુર એપીએમસીમાં પીઆઇ પટેલે આપી કાંટાની ટક્કર જીતનો આધાર સરકાર હસ્તક
રમણભાઈ પટેલનું જૂથ કાચુ પડ્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર એપીએમસી ની 16 બેઠકો ની થયેલી ચૂંટણી ની મતગણતરી જીલ્લા રજીસ્ટ્રાર ની હાજરીમાં હાથ ધરવામાં આવી હતી 16 બેઠકો પૈકી ખેડૂત વિભાગની 10 બેઠકો માંથી 6 બેઠકો તેમજ વેપારી વિભાગની 4 બેઠકો માંથી 3 બેઠકો સાથે કુલ 9 બેઠકો ઉપર પીઆઇ પટેલના સમર્થકો એ જીત મેળવી હતી જ્યારે રમણભાઈ પટેલ અને કાંતિભાઈ પટેલના જૂથે ખેડૂત પેનલ માંથી 4 બેઠકો તેમજ વેપારી પેનલ માંથી 1 તેમજ ખરીદ વેચાણ સંઘ ની 2 બેઠક પ્રાપ્ત કરતા કુલ 7 બેઠકો ઉપર જીત મેળવી હતી જોકે વધુ બેઠકો મેળવી પીઆઇ પટેલનું જૂથ વધુ બેઠકો પ્રાપ્ત કરી હતી એપીએમસી માં જીત માટેનો આધાર હવે સરકાર હસ્તક રહ્યો હતો જોકે વજાપુર મંડળીના 10 જેટલા મતદારો ને મતદાન નહીં કરવા દેતા તેઓ પોતાના હક માટે કાયદા માટે પણ સલાહ મેળવી રહ્યા છે જોકે એપીએમસી ની મતગણતરી સવાર થી સાંજ સુધી ભારે રસાકસી વાળી તેમ રસપ્રદ બની રહી હતી

[wptube id="1252022"]
Back to top button