
મોરબી ના રવાપર ચોકમા જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા
મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે, રવાપર ચોકમા હનુમાનજી મંદીર પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડતા જ્યાં જુગાર રમતા નીરવભાઇ અશોકભાઇ ગંદા, સુરેશભાઇ નાનજીભાઇ મિયાત્રા, હસમુખભાઇ ખોડાભાઇ મુંધવા, પ્રજ્ઞેશભાઇ ઉર્ફે રઘો રમેશભાઇ ગોઠી અને નિર્મળભાઇ ભગવાનજીભાઇ બરબસીયાને રોકડ રકમ રૂપિયા ૨૫૫૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
[wptube id="1252022"]