NATIONAL

દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશનાં અનેક રાજ્યોમાં H3N2 વાઈરસનું જોખમ, H3N2થી દેશમાં અત્યાર સુધીમાં 9નાં મોત

દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશનાં અનેક રાજ્યોમાં H3N2 વાઈરસનું જોખમ વધી ગયું છે. આ વાઇરસને કારણે દેશમાં અત્યાર સુધીમાં 9 લોકોનાં મોત થયાં છે. જ્યારે, આ વાઈરસની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં છે. અહીં અત્યાર સુધીમાં સ્વાઈન ફ્લૂ અને H3N2ના કુલ 352 કેસ નોંધાયા છે. આમાં H3N2થી પીડિત દર્દીઓની સંખ્યા 58 છે. BMC અનુસાર, મુંબઈમાં 32 દર્દીઓ દાખલ છે, જેમાંથી 4 દર્દીઓ H3N2 અને 28 H1N1 દર્દીઓ છે. આ તમામ દર્દીઓની હાલત હાલ સ્થિર છે.

રાજ્યમાં ઈન્ફ્લ્યૂએન્ઝા H3N2ના જોખમને જોતા મુખ્યમંત્રી એકનાથ શિંદે આજે આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહારાષ્ટ્રમાં આ વાઈરસને કારણે અત્યાર સુધીમાં બે લોકોનાં મોત થયાં છે. તેમાંથી અહેમદનગરમાં મેડિકલનો અભ્યાસ કરતો યુવક ગયા અઠવાડિયે મિત્રો સાથે ફરવા માટે અલીબાગ ગયો હતો. ત્યાંથી પાછા ફર્યા બાદ તેમની તબિયત બગડી હતી.

રાજ્યના આરોગ્ય મંત્રી તાનાજી સાવંતે કહ્યું કે H3N2 વાઈરસથી સંક્રમિત દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે અને હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે. તેમણે કહ્યું કે H3N2 વાઈરસ જીવલેણ નથી અને સારવાર દ્વારા આ બીમારીથી સાજા થઈ શકાય છે, તેથી ગભરાવાની જરૂર નથી.

[wptube id="1252022"]
Back to top button