CHHOTA UDAIPURNASAVADI

સંખેડા ખાતે સમસ્ત તડવી સમાજ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

સંખેડા ખાતે સમસ્ત તડવી સમાજ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામે ગામથી તડવી સમાજના લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા

સંખેડા ખાતે તડવી સમાજની વાડીમાં સમસ્ત તડવી સમાજ દ્વારા નુતન વર્ષ નિમિતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જયારે મહાનુભવો દ્રારા દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં સમાજલક્ષી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી યુવાનો વધારેમાં વધારે શિક્ષિત બને તેમજ તડવી સમાજના લોકો સંગઠિત બને અને વ્યસન મુક્તિ મળે તે વિશેની સલાહ સૂચન આગેવાનો દ્રારા કરવામાં આવ્યા હતા કાર્યક્રમ પત્યા બાદ સમૂહમાં ભોજન પણ કર્યું હતુ આ કાર્યક્રમ ના મુખ્ય મહેમાન સંખેડા ધારાસભ્ય અભેસિંગ ભાઈ તડવી, અરુણાબેન કમલેશભાઈ તડવી,શાંતાબેન બાબરભાઈ તડવી, તડવી યુવા સંગઠન ચેરીટેબલ ટ્રસ્ટ ના કાર્યકર્તા અને સમસ્ત તડવી સમાજ પરિવારના આગેવાનો તેમજ સમાજના આગેવાનો કાર્યકર્તા અને સમાજના વડીલો મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

[wptube id="1252022"]
Back to top button