ભારતીય બનાવટનો વિદેશી દારૂ તરબુચ ભરેલી મેક્સ ગાડીમા લઈ જતા ઇસમને પકડી પાડતી કવાંટ પોલીસ


પો.સ.ઇ. સી.એમ.ગામીત તથા સ્ટાફના માણસો કવાંટ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ હતા જે દરમ્યાન પો.સ.ઇ.શ્રી સી.એમ.ગામીત નાઓને બાતમી હકીકત મળેલ કે સમલવાંટ ગામ તરફથી એક સફેદ કલરની મેક્ષ પીકપ ગાડી નંબર જી જે-૦૭-યુયુ-૦૭૧૬ ના પાછળના ડાલામાં તરબુચની આડમાં ઇંગ્લીશ દારૂ ભરી એક ઇસમ કવાંટ તરફ આવી રહેલ છે જે મળેલ બાતમી આધારે ગોજારીયા ગામના બસ સ્ટેન્ડ પાસેના ત્રણ રસ્તા ઉપર પ્રોહી વોચ નાકા બંધીમાં ગોઠવાયેલ હતા જેની થોડીવારમાં બાતમી હકીકત મુજબ સામેથી એક પીકપ ગાડી આવતી દેખાતા તેને રોડ ઉપર આડાસ કરી સદરી ગાડી ચાલકને રોકી લીધેલ અને તે મેક્ષ પીકપ ગાડીના ડાલામાં તરબુચની આડમાં પ્લાસ્ટીકની થેલીઓમાં ભરેલ ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂના ક્વાટરીયા નંગ – ૧૭૨૮ કિ.રૂ ૧,૭૨,૮૦૦/- તથા મહિન્દ્રા મેક્ષ પીકપ ગાડી નંબર જીજે-૦૭ યુયુ-૦૭૧૬ ની કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ ની કિ.રૂ. ૫૦૦/- મળી કુલ ૪,૭૩,૩૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી ભાવસીંગભાઈ ઉર્ફે લાલો ટોપી જહાલીયાભાઈ જાતે રાઠવા (ભીલાલા) રહે. અંધારકાય, પટેલ ફળીયુ તા. કઠીવાડા જિલ્લો અલીરાજપુર (એમ.પી) નાઓને પકડી પાડી કવાંટ પોસ્ટેમાં ગુન્હો રજી. કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. આમ કવાંટ પોલીસ ને પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધવામાં સફળતા મળેલ છે.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી









