વિશ્વ મહિલા દિન અંતર્ગત છોટાઉદેપુરમાં સાંસ્કૃતિક વારસો રજુ કરતુ મહિલા સંમેલન યોજાયું.

આઈ.સી.ડી.એસની બહેનો દ્વારા ટીમલીના તાલે મહેમાનોનું સ્વાગત કરી લાલ જાજમ પર સતેજ સુધી લઈ જવાયા.
છોટાઉદેપુર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ,આઈ.સી.ડી.એસ, અને જીલ્લા પંચાયતના ઉપક્રમે આઝાદીના અમૃત મહોત્સવ સીરીઝના અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાના મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ મહિલા દિન નિમિતે મહિલા સંમેલનો સમગ્ર દેશ અને રાજ્યમાં તમામ જીલ્લાઓમાં યોજાનાર છે જેના અનુસંધાને આજ રોજ છોટાઉદેપુરના સ્વમીનારાયણ હોલ ખાતે આ સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે જીલ્લા પંચાયતના પ્રમુખ મલ્કાબેન પટેલ, જીલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ પ્રવૃત્તિના ચેરમેન લીલાબેન રાઠવા, આઇ.સી.ડી.એસ.ના કોઓર્ડીનેટર પારૂલબેન વસાવા, શિક્ષણ સમિતિના ચેરમેન ભાવનાબેન રાઠવા, ભક્તિબેન ડામોર, મણીબેન વણકર, સુમિત્રાબેન રાઠવા, શાંતીબેન વણકર, અસંબનું કાઝી તેમજ કેટલીક મહિલા સરપંચ બહેનો મંચસ્ત થયા હતા.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી