CHHOTA UDAIPURNASAVADI

નસવાડી કવાંટ રોડ ઉપર પલાસણી ગામ નજીક રોડ ઉપર વૃક્ષ ઘરાસાય થયું કલાકો સુધી રોડ ઉપરથી વુક્ષ ના હટાવતા વાહન ચાલકોને મૂશ્કેલી વેઠવાનો વારો આવ્યો.

મૂકેશ પરમાર નસવાડી

નસવાડી કવાંટ રોડ સ્ટેટ આર એન્ડ બી વિભાગનો રસ્તો આવેલો છે આ રસ્તા ઉપર રોજના હજારો વાહનો પસાર થાય છે જયારે પલાસણી ગામ નજીક બપોર નાં સમયે અચાનક એક વૃક્ષ રોડ ઉપર ધરાસાય થયું હતું સદનસીબે તે સમયે કોઈ વાહન પસાર થતુ ના હતું જેના કારણે કોઈ જાનહાનિ થઇ ના હતી જ્યારે રોડ ઉપર ધરાસાય થયેલું વૃક્ષ કલાકો સુધી વુક્ષ નાં હટાવતા બંનેવ સાઈડ ઉપરથી વાહનો આવતા હોવાથી થોડી વાર વાહનોની કતારો લાગી હતી અને વાહન ચાલકોને મુશ્કેલ વેઠવાનો વારો આવ્યો હતો નસવાડી કવાંટ રોડ ઉપર અસંખ્ય વૃક્ષોની ડાળીઓ રોડ ઉપર નમી પડી છે તેમજ અનેક સડેલા વૃક્ષો પણ રોડની સાઈડમાં આવેલા છે જ્યારે અનેક વાર વૃક્ષ પડવાના બનાવ બને છે જેના લીધે પ્રજાને દુઃખ વેઠવાનો વારો આવે છે સ્ટેટ આર.એન્ડ.બી વિભાગના અધિકારીઓ તેમજ વન વિભાગના અધિકારીઓ ધ્યાન આપતા નથી
થોડા દિવસો પછી ચોમાસાની ઋતુ શરૂ થવાની છે પવન સાથે વરસાદ પડશે ત્યારે સડી ગયેલા વૃક્ષ રોડ ઉપર ધરાસાય થશે અને વાહન ચાલકોને દુઃખ વેઠવાનો વારો આવશે ચોમાસા પહેલા રોડની સાઈડમાં સડેલા વૃક્ષો તેમજ રોડ ઉપર લટકતી ડાળીઓ વહેલી તકે દૂર થાય તે જરૂરી બન્યું છે.

[wptube id="1252022"]
Back to top button