છોટાઉદેપુર જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમના કર્મચારીઓને તાલીમ આપી સજ્જ કરાયા


કર્મચારીઓને આપત્તી વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપતા નિવાસી અધિક કલેકટરશ્રી શૈલેષ ગોકલાણી
આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઈ છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. નિવાસી અધિક કલેકટરશ્રી અને આપત્તિ વ્યવસ્થાપન નોડલ ઓફીસરશ્રી શૈલેષ ગોકલાણીના અધ્યક્ષસ્થાને કંટ્રોલરૂમમાં ફરજ બજાવનાર કર્મચારીઓ માટે તાલીમ યોજાઈ હતી. જેમાં નિવાસી અધિક કલેકટરશ્રીએ કર્મચારીઓને આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ તાલીમનો મુખ્ય હેતુ કુદરતી આપત્તિઓ અને આપાત્કાલીન પરિસ્થિતિઓ સામે કાર્યક્ષમ રીતે કામ કરવા માટે કર્મચારીઓને સજ્જ કરવાનો હતો. જેમાં કર્મચારીઓને આપત્તિ વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ જેવા કે, આપત્તિ પૂર્વ તૈયારી, પ્રતિસાદ, પુનર્વસન, રાહત કામગીરી, સંદેશા વ્યવહાર, કર્મચારીઓને પ્રથમ સહાય, શોધ અને બચાવ કાર્યવાહી તેમજ સંચાર કૌશલ્ય જેવા વિષય અંગે તાલીમ આપવામાં આવી હતી.
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર









