Rajkot: ચોમાસામાં પહેલાં લોધિકા તાલુકામાં તંત્રની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરાઈ

તા.૧૮/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
તમામ વિભાગના અધિકારીઓને સાવધ રહેવા સૂચના અપાઈ
Rajkot: રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીની સૂચના મુજબ, લોધિકા તાલુકામાં પ્રિ-મોન્સૂન તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

લોધિકા તાલુકાના લાયઝન અધિકારી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રી કિશોર મોરીની અધ્યક્ષતામાં આયોજિત આ બેઠકમાં ચોમાસા પૂર્વે વિવિધ વિભાગોએ કરેલી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
ખાસ કરીને કંટ્રોલરૂમ કાર્યરત કરવો, તાલુકામાં આવેલા ડેમ, કેનાલોની ચકાસણી, વાહન વ્યવહાર માટે કરેલું વૈકલ્પિક વ્યવસ્થાનું આયોજન, તાલુકામાં વરસાદ માપક યંત્રની ચકાસણી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય ત્યારે લોકોને સ્થળાંતર કરવા આશ્રસ્થાનો અગાઉથી નક્કી કરવા, આશ્રયસ્થાનો પર પાણી, ફુડ પેકેટ, દવા તથા જીવન જરૂરી તમામ આવશ્યક ચીજવસ્તુઓની વ્યવસ્થા ગોઠવવી, બચાવ રાહતની ટીમની વ્યવસ્થાઓ સહિતની જરૂરી તમામ થઈ રહેલી કામગીરી અંગે તાલુકાના લાયેઝન અધિકારીશ્રીએ સમીક્ષા કરી હતી. આ સાથે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ હાજર રહેલ અને જરૂરી સૂચના આપવામાં આવી હતી.








