છોટાઉદેપુર ઓરસંગ નદીના રેલવે બ્રિજ પાસેથી રાત્રીના સમયે ચોરાતી રેતી ભવિષ્યમાં બ્રિજને નુકસાન થવાની ભીતી રેત માફિયાઓને જલસા.


છોટાઉદેપુર અલીરાજપુર નેશનલ હાઇવે ઉપર બનાવેલ વર્ષોજુનો બ્રિજ તો હાલ ખખડ ધજ છેજ જ્યારે અમર્યાદિત રેતીખનન થતા તેના પાયા દેખાવા લાગ્યા છે. જુના બ્રિજ પાસે રેતી ખૂટી જતા રેલવેના બ્રિજ પાસે રેતી ઉલેચવાની કામગીરી શરૂ થઈ છે.ભવિષ્યમાં રેલવે બ્રિજને પણ નુકસાન થાય તેવા અણસાર જણાઈ રહ્યા છે. રેલવે બ્રિજ ના પીલ્લર ના ફરતે બનાવેલ ફાઉન્ડેશન ના લેવલ પ્રમાણે પણ રેતી નદીમાં નથી રહી છોટાઉદેપુર થી અલીરાજપુર જતા મુખ્ય બ્રિજ પાસે રાત્રી દરમ્યાન રેતીનું ખનન અટકાવવા પ્રજાની માંગ ઉઠી છે.છોટાઉદેપુર જિલ્લામાં ઘણા વિસ્તારોમા અસંખ્ય ટન રેતી બહારના શહેરોમાં તથા રાજ્યોમાં જતી રહી છે. જેમાંથી કાયદેસર તથા ગેરકાયદેસર પણ જતી જોવાની હંમેશા પ્રજામાં ચર્ચાઓ રહી છે. હાલમાં રાત્રી દરમ્યાન છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં લિઝ ફળવેલ નથી ત્યાં નદીમાં રસ્તો બનાવી આડેધડ કોઈપણ જાતના ડર વગર રેતીનું ખનન થઈ રહ્યું છે. છોટાઉદેપુર નગરમાં આવેલ રેલવે બ્રિજ અને વાહન વ્યવહાર બ્રિજ નજીક પાણીનું વોટર વર્કસ આવેલું છે. જે નગરપાલિકા આધારિત છે જેનાથી ૩૫ હજારની નગરની વસ્તીને પાણી મળે છે પરંતુ સદર જગ્યા ઉપર આડેધડ રેતી ખનન થઈ જતા પાણી જે કુદરતી રીતે રેતીમાં ગળાઈને સંપમાં ઉતરતું હતું જે જોઈએ તેવું ગાળાતું નથી. અને નગરની પ્રજાને દૂષિત પાણી પીવાનો વારો આવ્યો છે. જે અંગે જવાબદાર કોણ એ એક ચર્ચાનો વિષય બન્યો છે.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી









