
છોટાઉદેપુર,તા.૦૧
બોડેલી એસટી ડેપો ખાતે છોટાઉદેપુરથી વડોદરા વાયા સંખેડા રૂટની નવી મીની બસ શરુ કરવામાં આવી હતી. તદન નવી નકોર બસ વડોદરા રૂટ પર આ પ્રથમ બસ દોડશે. મેટ્રો લીંક સર્વિસની આ અદ્યતન બસ સર્વિસ વડોદરા જવા માટે છોટાઉદેપુરથી બપોરે ૯.૪૦ વાગે નીકળશે. આજ રોજ બોડેલી ડેપો ખાતે જીલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ નાચેરમેનસંજયભાઈરાઠવા, બોડેલી ડેપો મેનેજર એસ.પી.વસાવા દ્વારા
છોટાઉદેપુર-સંખેડા-વડોદરા રૂટની નવી મીની બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતું. બસને પ્રસ્થાન કરાવવા માટે ડ્રાઈવર, કંડકટર અને એસટીડેપોના કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા. એસ.પીવસાવા ડેપો મેનેજરે જણાવ્યું હતું કે આ બસ મીની બસ છે અને નવા મોડેલની આ પ્રથમ બસ છે. લોકોને વધુ ને વધુ લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
મેટ્રો લીંક બસનું સમય પત્રક
| સમય | ક્યાંથી | ક્યાં સુધી |
| સવારે ૭.૩૦ | બોડેલી થી | સંખેડા |
| સવારે ૮.૨૦ | સંખેડાથી | છોટાઉદેપુર |
| સવારે ૯.૪૦ | છોટાઉદેપુરથી બોડેલી,સંખેડા થઈ | વડોદરા |
| બપોરે ૨.૦૦ | વડોદરાથી સંખેડા, બોડેલી થઈ | છોટાઉદેપુર |
| સાંજે ૫.૪૦ | છોટાઉદેપુરથી | સંખેડા |
| સાંજે ૭.૧૦ | સંખેડાથી | બોડેલી |

[wptube id="1252022"]









