બોડેલી ખાતે પુરુષોત્તમ રૂપાલાના નિવેદનના વિરોધમાં બેનરો તથા કાળાવાવટા સાથે વિરોધ પ્રદર્શન કર્યું.


સી આર પાટીલ ના સંમેલન પહેલા:-બોડેલી ખાતે ક્ષત્રિય સમાજના મહીલા સહિત લોકો એ પુરુષોત્તમ રૂપાલાના નિવેદનના વિરોધમાં બેનરો તથા કાળાવાવટા સાથે વિરોધ પ્રદર્શન કર્યું.
રાજપૂત સમાજની વાડીથી અલીપુરા ચાર રસ્તા સુધી રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરતા ૩૦થીવધુ આગેવાનો ને પોલીસે ડિટેઇન કરી પોલીસ મથકે લઇ જવાયા હતાં
અલીપુરા ચાર રસ્તા પર રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા વિરોધ કાળાવાવટા ફરકાવી હાયહાય ના સૂત્રો ચાર કર્યા હતા.
૨૦ જેટલાઆગેવાનોનુપોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ગુજરાતમાં રૂપાલા વિવાદ નેઇલ ઠેર ઠેર ક્ષત્રિય સમાજ રૂપાલાને રાજકોટમાંથી ટિકીટ પાછી ખેંચવા માટે માંગ કરી રહ્યા છે છતાં ભાજપ પણ રૂપાલાને જ રાજકોટથી ચૂંટણી લડાવવા મક્કમ છે.
ત્યારે આજે પુરુષોત્તમ રૂપાલા વિરોધ અલીપુરા ચાર રસ્તા પર ક્ષત્રિય સમાજ દ્વારા મોટી સંખ્યા માં રેલી સ્વરૂપે ભેગા થયા હતા અને સૂત્રોમચાર કરી વિરોધ દર્શાવ્યો હતો જેમા ૨૦ થી વધુ આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી









