LUNAWADAMAHISAGAR

મહીસાગર જીલ્લાની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ, ગ્રાંટ ઇન-એઇડ ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો તથા સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા ઑનલાઇન ફોર્મ ભરી શકાશે

આસીફ શેખ લુણાવાડા

મહીસાગર જીલ્લાની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ, ગ્રાંટ ઇન-એઇડ ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો તથા સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા ઑનલાઇન ફોર્મ ભરી શકાશે

રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજયના મહીસાગર જીલ્લાની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ, ગ્રાંટ ઇન-એઇડ ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો તથા સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં કેટલાક વ્યવસાયોમાં પ્રવેશસત્ર ઓગસ્ટ-૨૦૨૩ માં જૂજ બેઠકો ખાલી રહેલ છે

આથી પ્રવેશવાંચ્છુ ઉમેદવારોએ ઉક્ત સંસ્થાઓ ખાતેથી તેમજ ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન https://itiadmission. gujarat.gov.in ઉપરથી નવીન પ્રવેશ ફોર્મ ભરી જે સંસ્થા ખાતે પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તે સંસ્થા ખાતે નીચે દર્શાવ્યા મુજબ રૂ.૫૦/-રજીસ્ટ્રેશન ફી સાથે જરૂરી પ્રમાણપત્રો સહીત પરત જમા કરાવવાનું રહેશે. જે ઉમેદવારોએ અગાઉ ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરેલ હોય અને કોઇ કારણોસર પ્રવેશ મેળવી શકેલ ન હોય તો તેવા ઉમેદવારોએ અલગથી રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેતી નથી. તેઓએ ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરી, રજીસ્ટ્રેશનની રસીદની ઝેરોક્ષ નકલ સહીત સંબંધિત સંસ્થાને અરજી કરવાની રહેશે.

પ્રવેશના ચોથા રાઉન્ડ અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરી / રજીસ્ટ્રેશન ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરાવવા માટે તારીખ ૨૩/૦૮/૨૦૨૩ થી ૩૧/૦૮/૨૦૨૩ સુધી ભરી શકાશે અને તા ૦૧/૦૯/૨૦૨૩ પ્રવેશ સત્ર શરૂ થશે .

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button