પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર કલેકટર કચેરી ખાતે ચાલુ વર્ષની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ.


પ્રભારી મંત્રીના જીલ્લા પ્રવાસ કાર્યક્રમમાં તમામ સરકારી કચેરીઓના અધિકારીઓએ કાર્યો અને યોજનાઓનું પ્રેઝેન્ટેશન રજુ કર્યું.
આજરોજ કલેકટર કચેરીના સંકલન હોલ ખાતે છોટાઉદેપુર જીલ્લાના પ્રભારી ભીખુસિંહ પરમાર, અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ મંત્રીના અધ્યક્ષસ્થાને જીલ્લા પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત તમામ ખાતાના અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત તેમજ વિવિધ ૧૫ વિભાગો દ્વારા તમામ યોજનાઓ અને પ્રજાલક્ષી કાર્યોનું પ્રેઝેન્ટેશન આપવામાં આવ્યું હતું. પ્રભારી મંત્રી ઉપરાંત, જીલ્લા કલેકટર, ડી.ડી.ઓ, એસ.પી, અધિક નિવાસી કલેકટર, પ્રાંત અધિકારીશ્રીઓ ઉપરાંત તમામ ખાતાના જીલ્લા કક્ષાના અધિકારીઓ હાજર રહી પોતાનો પરિચય આપ્યો હતો. નવી સરકારની રચના પછી પ્રભારી મંત્રીનો આ જીલ્લામાં પ્રથમ કાર્યક્રમ હોઈ તમામ કચેરીના અધિકારીઓ દ્વારા બ્રીફિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રેઝેન્ટેશનમાં આરોગ્ય ખાતું, પાણી પુરવઠા અને વાસ્મો, સમાજ સુરક્ષા કચેરી, અનુસુચિત જાતિ, સમાજ કલ્યાણ ખાતું, મહિલા અને બાળ વિકાસ, ડી.આર.ડી.એ, માર્ગ અને મકાન, ખાણ અને ખનીજ કચેરી, જીલ્લા આયોજન કચેરી, પ્રાયોજના વિભાગ-વનબંધુ કલ્યાણ યોજના તેમજ અન્ય અધિકારીઓએ જીલ્લાના કાર્યોની પ્રગતિ અને લક્ષ્યાંકોની રૂપરેખા વર્ણવી હતી.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી









