BODELICHHOTA UDAIPUR
ભારત ના અઘ્યક્ષ સ્થાને મળનારી G 20 સમિટ અંગે પ્રજામાં જાગૃતિ આવે તે માટે છોટા ઉદેપુર માં રેલી નું આયોજન કરાયું.


ભારત ને વિશ્વફલક પર ભારતિય સંસ્કૃતિ નો પ વિસ્તાર અને વિકાસ થાય તેવા આશયથી G20 સમિટ નું ભારત ના અઘ્યક્ષ સ્થાને ભારત માં આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે G 20 દેશો ની અધ્યક્ષતા ભારત દેશ કરી રહ્યું છે. એ દેશ અને પ્રજા માટે ગૌરવ ની વાત છે. તેનાં પ્રચાર પ્રસાર તેમજ તે અંગે પ્રજામાં જાગૃતિ આવે તે માટે છોટા ઉદેપુર નગર ખાતે નગર પાલિકા દ્વારા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી નગરનાં વિવિધ વિસ્તારોમાં ફરી હતી રેલી નું પ્રસ્થાન નગરપાલિકા ઉપપ્રમુખ નરગીસ મકરાણી એ છોટા ઉદેપુર ની એસ એફ હાઇસ્કુલ ખાતે થી કરાવ્યુ હતું રેલીમાં પાલીકા સદસ્ય મુકેશ રાઠવા , એસ એફ હાઇસ્કુલ ના આચાર્ય હિતેશભાઈ ચૌહાણ સહીત શાળા નો સ્ટાફ તેમજ વિધાર્થી ઓ જોડાયા હતા.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી
[wptube id="1252022"]









