વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર મહારાષ્ટ્રનો 23 વર્ષીય યુવક અમદાવાદથી મહારાષ્ટ્ર જઈ રહ્યો હતો.ત્યારે વઘઈના આહેરડી ખાતે કાર બગડી જતા એક ઈસમ કાર સુધારવા અને મદદ કરવાનાં બહાને કાર લઇ ગયો હતો.પરંતુ કાર ફરી લાવ્યો નહોતો અને છેતરપિંડી કરી હતી.ત્યારે છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાઈ છે.મહારાષ્ટ્રના રાકેશ અનિલ નિરગુડે પોતાની ફોર્ડ ફિગો ગાડી નંબર MH-48-P-0873 લઈને અમદાવાદથી મહારાષ્ટ્ર જવા નીકળ્યા હતા.ત્યારે વઘઈ તાલુકાના આહેરડી ખાતે તેમની કાર બગડી ગઈ હતી.ગાડી બગડી જતા વડોદરાના રાજુ શંકર બારીયા નામના વ્યક્તિએ તેમની પાસેથી કાર લઈ જઈ ગેરેજમાંથી રીપેર કરાવીને કાર વઘઈ તરફ લઈ ગયો હતો. પરંતુ ત્યારબાદ પરત ન આવીને,કાર પરત નહોતી કરી અને છેતરપિંડી કરી હતી.હાલમાં સાપુતારા પોલીસ મથકે આ અંગેનો ગુન્હો નોંધી આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.
[wptube id="1252022"]