WANKANER:૭૫ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે વાંકાનેરમાં ઉત્સાહ ભેર ઉજવણી

આજરોજ 75 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી શ્રી ભાટિયા સોસાયટી કન્યા પ્રાથમિક શાળા માં કુમાર અને કન્યા બંનેની સંયુક્ત રૂપે કરવામાં આવી. જેમાં દીકરીની સલામ દેશને નામ આ શીર્ષક હેઠળ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને હાલમાં પાડધરા પીએચસી ખાતે સીએચઓ તરીકે ફરજ બજાવતા બેલાણી મેઘાબેન તુષારભાઈ ના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ને ફરકાવવામાં આવ્યો.

તેમજ ચાલુ વર્ષે જન્મેલ દીકરીના સન્માન કાર્યક્રમમાં વર્ષ 23-24 માં જન્મેલ દીકરી રાજવીર હેની આકાશભાઈ નું સન્માન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાટીયા સોસાયટીના ગ્રામજનો અને વાલીઓ ની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી. બંને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમ અને રમતો રજૂ કરવામાં આવી. ખરા અર્થમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી. દાતાઓ તરફથી તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ભેટ ઇનામ રૂપે આપવામાં આવી. ગ્રામ પંચાયત તરફથી બંને શાળાના વિદ્યાર્થીઓને મીઠાઈ વિતરણ અને સ્ટેશનરી ઇનામરૂપે આપવામાં આવ્યા.









