
મોરબી :યુવકને ફોન કરી જાનથી મારી નાખવાની બે શખ્શોએ આપી ધમકી
મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ કબીર આશ્રમ ખાતે યુવકની પત્ની સમાધાન કરી લેવા બાબતે બે શખ્સોએ રાત્રીના કોન કરી કોન ઉપર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા | પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે
રાજકોટના સાધુ વાસવાણી રોડ જનકપુરી કોમ્પ્લેક્ષની સામે આવેલ એમ.સી.આવાસ યોજનામાં રહેતા મનિષભાઇ ગોવીંદભાઇ સોલંકીએ આરોપી ફેજલ સંધી તથા રાકેશભાઈ રાઠોડ (રહે.બન્ને નવા નાકા પાસે ખંભાળિયા)વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, આરોપી ફેજલ સંધિ તથા રાકેશભાઇ રાઠોડએ ફરીયાદી મનિષભાઈની પત્નિ સાથે સમાધાન કરી લેવા બાબતે રાત્રીના પોણા બારેક વાગ્યે ફરીયાદી એકલો હતો ત્યારે ફરીયાદીને ફોન ઉપર ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર મનીષભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ-504, 506 (2),114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.