BHAVNAGARBHAVNAGAR CITY / TALUKO

“મારું સ્પષ્ટ માનવું છે કે ભાજપને 156 સીટ મળી છે તેની હવા ભરાઈ ગઈ છે.” : ગોપાલ ઇટાલિયા

ભાવનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા આગામી કાર્યક્રમો, સંગઠન અને ચૂંટણી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં આમ આદમી પાર્ટી નેશનલ જોઈન્ટ સેક્રેટરી, મહારાષ્ટ્ર  સહ પ્રભારી અને સ્થાનિક સ્વરાજ ચૂંટણી પ્રભારી ગોપાલ ઇટાલિયા, બોટાદના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટી વિધાનસભામાં પ્રવક્તા ઉમેશ મકવાણા તેમજ રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી તેમજ સોરાષ્ટ ઝોન કાયૅકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી તેમજ OBC પ્રદેશ પ્રમુખ ભરત કોટીલા તેમજ ભાવનગર શહેર પ્રમુખ મહિપાલસિહ ઝાલા તેમજ ભાવનગર જીલ્લા પ્રમુખ બાબુભાઈ બોદરીયા સહિત પ્રદેશ, જીલ્લા, શહેર,તાલુકા સહિતના હોદેદારો ઉપસ્થિતિ  રહ્યા હતા.
ગોપાલ ઇટાલીયાએ કહ્યું કે કેટલાક કહેવાતા પુરાવાઓ યુવારજસિંહ ખરાબ ચીતરવા માટે પોલીસને મળી આવ્યાં છે, જોકે ડમી ઉમેદવાર કાંડને લઈને તેનાથી અડધા પણ પુરાવા હજી સુધી પોલીસને નથી મળ્યાં. જો આટલી ચોકસાઈ પોલીસે પરીક્ષા દરમિયાન રાખી હોત તો આ ડમી ઉમેદવાર કાંડ ન સર્જાત. ગોપાલ ઈટાલીયાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું, “મારું સ્પષ્ટ માનવું છે કે ભાજપને 156 સીટ મળી છે તેની હવા ભરાઈ ગઈ છે.”

[wptube id="1252022"]
Back to top button