
સાયલા તાલુકામાં આવેલું બ્રહ્મપુરી ગામ નો કોઝવેલ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે જ્યારે ચોમાસા ની સિઝન શરૂ થતાં આ કોઝવે પર ઉપર વાસ થી પાણી આવતાં આજુબાજુ ગામના લોકો ને ભારે હાલાકી ભોગવવી પડે છે તેમજ બહાર થી આવતાં શિક્ષકો, ખેડૂતો અને ભણવા જતા બાળકો અને ગ્રામજનોને ચાલવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. અગાઉના સમયમાં બ્રહ્મપુરી ગામના સરપંચ લેખિતમાં ઉચ્ચ અધિકારીને રજૂઆત કરવા છતાં તંત્રને કોઈને ધ્યાનમાં આવતું નથી. લોકો નાં સવાલ થઈ રહ્યા છે કે આ કોઝવે પર અચાનક પાણી આવે તો મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ ? તેમજ અમારે દર્દીઓ દવાખાને લઈ જવા માટે અને હાઈવે ને જોડતો આ એક જ રસ્તો છે. ગ્રામજનોની માંગ છે કે હજુ પૂરતું ચોમાસુ શરૂ નથી થયું તો આ કોઝવે પર નાળાં મુકી પુલ ઉંચો બનાવવામાં આવે.
અહેવાલ જેસીંગભાઇ સારોલા (સાયલા)
[wptube id="1252022"]

